Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

૧૧મીથી મુંબઈ - ગુજરાતમાં ફરી મેઘસવારી

બંગાળની ખાડીમાં સાંજ સુધી કે આવતીકાલ સવારે હવાનું હળવુ દબાણ બનશે : મધ્યપ્રદેશ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવામાં પણ સારો વરસાદ પડશે : સ્કાયમેટ

નવી દિલ્હી : વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટે જણાવ્યુ છે કે બંગાળની ખાડીમાં સાંજ સુધીમાં કે આવતીકાલ સવાર સુધીમાં સિસ્ટમ્સ બની જશે. જેન અસરથી ૧૧મી ઓગષ્ટથી મુંબઈ સહિત ગુજરાતભરમાં સારો વરસાદ હાલના અનુમાનો મુજબ પડી શકે છે. આ સિવાય મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવામાં પણ વરસાદની આગાહી કરાઈ છે.

ઉત્તર ભારતના દિલ્હી એનસીઆર, પંજાબ, હરિયાણા સહિતના રાજયોમાં ધારણા મુજબ વરસાદ પડ્યો નથી.

આ દરમિયાન બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ બની રહ્યુ છે. આ સિસ્ટમ્સ આજ સાંજ સુધીમાં કે આવતીકાલ સુધીમાં બની જશે અને ઓડીસ્સાના દરિયાકિનારે પહોંચી જશે. આ સિસ્ટમ્સની અસરથી બંગાળની ખાડીમાંથી ભેજયુકત પવન પૂર્વ દિશામાં વહેતા થશે. જેની અસરથી ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે. આગામી ૨૪ કલાક દરમિયાન રાજસ્થાનમાં સારા વરસાદની સંભાવના છે.

જયારે પૂર્વ યુ.પી.માં ૨૪ કલાક હળવાથી મધ્યમ ત્યારબાદ વરસાદના વિસ્તારો વધશે. બિહાર, ઝારખંડ, દક્ષિણ છત્તીસગઢમાં અમુક જગ્યાએ સારો વરસાદ પડી શકે છે.

મધ્ય ભારતમાં મહારાષ્ટ્રમાં ૨૪ થી ૪૮ કલાક વાતાવરણ ચોખ્ખુ રહેશે. ત્યારબાદ ૧૧મીથી દક્ષિણ એમ.પી.થી મુંબઈ, વિદર્ભ, મરાઠાવાડા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવામાં વરસાદ પડશે.

જયારે ગુજરાતમાં હાલમાં વરસાદમાં ઘટાડો જોવા મળશે. ૧૧મીથી ફરી વરસાદી એકટીવીટી શરૂ થવાની સંભાવના છે.

(11:50 am IST)