Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

દેશના સૌથી લોકપ્રિય સીએમ છે યોગી આદિત્યનાથ

સર્વેમાં કેજરીવાલ બીજા ક્રમે : ત્રીજા ક્રમે વાય.એસ.જગન રેડ્ડીઃ ચોથા ક્રમે મમતા બેનરજી : નીતીશ-ઉધ્ધવ પાંચમાં ક્રમેઃ પછી નવીન પટનાયક, ચંદ્રશેખર રાવ, ભુપેશ બધેલ, વિજય રૂપાણી, ગેહલોટ અને યેદીયુરપ્પા

નવી દિલ્હીઃ આજતકના સર્વે મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દેશમાં બીજા સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી છે તેમને ૧૫ ટકા લોકોએ યોગ્ય ગણાવ્યા છે. કેજરીવાલે જાન્યુઆરીની સરખામણીએ તેમની લોકપ્રિયમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે તેઓ ૧૧ ટકા લોકોના લોકપ્રિય હતા.

આજતકે દેશના વિવિધ રાજયોની સરકારના કામકાજ અંગે સર્વે કરવામાં આવ્યો છે.આ સર્વેમાં પ્રજાને દેશના અલગ-અલગ રાજયોમાં ત્યાંની સરકારના શાસન અંગે સવાલ કરવામાં આવ્યા છે તેમાં પ્રજાને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સૌથી યોગ્ય માન્યા છે અને તે સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી સાબીત થયા છે.

મુડ ઓફ નેશન જાણવા માટે કરેલા સર્વેમાં સૌથી વધુ ર૪ ટકા લોકોએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પસંદ કર્યા અને માન્યુ કે તેઓ સૌથી સારૂ કામ કરી રહયા છે આ જ સવાલ જાન્યુઆરીમાં પણ કરવામાં આવ્યો હતો ત્યારે ૧૮ ટકા લોકો તેને પસંદ કરી રહયા હતા. એટલે કે યોગીએ તેના કાર્યથી તેમની લોકપ્રિયતામાં વધારો કર્યો છે.

સર્વે મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દેશના બીજા સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી છે તેમને ૧૫ ટકા લોકોએ યોગ્ય ગણાવ્યા. કેજરીવાલે પણ જાન્યુઆરીની સરખામણી તેમની લોકપ્રિયતામાં વધારો કર્યો છે ત્યારે તેઓ ૧૧ ટકા લોકોમાં માનીતા હતા. ત્રીજા નંબર પર આંધપ્રદેશના મુખ્યમંત્રી વાઇ.એસ.જગન મોહન રેડ્ડી રહયા. તેમને ૧૨ ટકા લોકોએ પસંદ કર્યા.

પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ૯ ટકા લોકોએ પસંદ કર્યા અને તે ચોથા સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી રહયા જો કે જાન્યુઆરીની સરખામણીએ તેની લોકપ્રિયતમાં ઘટાડો આવ્યા છે ત્યારે ૧૧ ટકા લોકો મમતાને પસંદ કરી રહયા હતા. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેની સાથે પાંચમાં નંબર પર છે.

જાન્યુઆરીની સરખામણીએ ઉધ્ધવ ઠાકરેની લોકપ્રિયતામાં થોડો વધારો થયો છે. જયારે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. ત્યાર બાદ ક્રમશઃ ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયક (૬ ટકા) તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ (૩ ટકા) છતીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલ (ર ટકા) ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (ર ટકા) રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (ર ટકા) અને કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદીયુરપ્પા (ર ટકા) લોકપ્રિય રહયા છે.

(11:49 am IST)