Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

અમેરીકામાં કોરોના સામે થઇ રહેલ મોટાભાગના પરીક્ષણો કચરા સમાન

વહેલા જાગવાની જરૂર હતી હવે મોડુ થઇ ગયુ : માઇક્રોસોફટ ફાઉન્ડર બીલ ગેટસ

નવી દિલ્હી તા. ૮ : પુરી દુનિયા કોરોના વાઇરસ સામે જંગ જીતી જાય તેવી વેકસીનની રાહ જોઇ રહી છે. ભારત, અમેરીકા સહીત કેટલાય દેશમાં આવા પરીક્ષણોમાં પહેલા કરતા થોડીક તેજી આવી છે. પરંતુ માઇક્રોસોફટના ફાઉન્ડર બીલ ગેટસ અમેરીકામાં થઇ રહેલ પરીક્ષણો પર સવાલ ઉઠાવતા કહે છે કે અમેરીકામાં થઇ રહેલ મોટાભાગના પરીક્ષણો કચરા સમાન છે.

એક ઇન્ટરવ્યુમાં કોરોના પર અમેરીકાની તૈયારીઓ પર સવાલ ઉઠાવતા તેઓએ કહેલ કે અમેરીકામાં કોવિડ-૧૯ ને લઇને શરૂઆતથી જ વણજોયુ વર્તન થઇ રહ્યુ છે. પહેલા તો ઝડપથી ટેસ્ટ જ નહોતા થતા. હવે થઇ રહ્યા છે તો એ કઇ કામના નથી. સરકારે બહુ પહેલાથી કોવિડ-૧૯ સામેની લડાઇ શરૂ કરી દેવાની જરૂર હતી.

(11:10 am IST)