Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

દેશના અનેક IAS ઓફિસરો 'ધનના ઢગલા' ઉપર આળોટે છે : લંડન - બોસ્ટનમાં છે સંપત્તિ

૩૦૦૦ કરોડની સંપત્તિ હોવાનો ખુલાસો : નાના રાજ્યોના કેડર સૌથી વધુ પૈસાદાર : કરોડોની સંપત્તિ

નવી દિલ્હી તા. ૮ : દેશના આઇએએસ ઓફિસરોને સંપત્તિ એકઠી કરવાનો ભારે શોખ છે. ખાસ કરીને નાના રાજ્ય કેડર સાથે જોડાયેલા ઓફિસરો અને છેલ્લા ૫ વર્ષમાં સેવામાં આવેલા ઓફિસરો સંપત્તિ એકઠી કરવા માટે દોડાદોડી કરી રહ્યા છે. આવા ઓફિસરોની સંપત્તિ ૩૦૦૦ કરોડની હોવાનું અને લંડન - બોસ્ટન જેવા મોંઘા શહેરોમાં એપાર્ટમેન્ટ હોવાનું પણ બહાર આવ્યું છે.

આઇએએસ ઓફિસરોએ પોતાના જમા કરાવેલા આયકર રિટર્નનો અભ્યાસ કરીએ તો જણાય છે કે મણીપુર - ત્રિપુરા કેડરના ઓફિસરો દેશના તમામ ૨૫ કેડરોથી સૌથી શ્રીમંત છે. તેઓએ સરેરાશ ૧ કરોડનો ખર્ચ કર્યો છે. સિક્કીમ કેડરના ઓફિસરો બીજા ક્રમે છે. તેઓએ સરેરાશ ૯૩ લાખ રૂપિયા સ્થાવર મિલ્કત પાછળ ખર્ચી નાખ્યા છે. પૂર્વોત્તરના આ બે રાજ્યો બાદ તામિલનાડુનો ક્રમ આવે છે ત્યાં આઇએએસ ઓફિસરોએ સંપત્તિ ખરીદવા માટે ૮૭ લાખનો ખર્ચ કર્યો છે.

જાન્યુ. ૨૦૨૦ સુધી ૫૨૭૪માંથી ૪૯૨૫ ઓફિસરોએ રિટર્ન દાખલ કરી સંપત્તિની વિગતો આપી છે એટલે કે ૩૫૩એ વિગતો જાહેર કરી નથી.

(11:08 am IST)