Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

પીએફના નાણાં માટે કર્મીએ બોસથી વિચિત્ર બદલો લીધો

બેંગલુરુના ખાનગી કંપનીના કર્મચારીનું કરતૂત : કર્મચારીએ તેના માલિકના ઘરે સેક્સ ટોયઝ મોકલ્યાં, માલિક-પત્નીનો ડેટા ડેટિંગ સાઈટ્સ ઉપર નાંખી દીધો

બેંગલુરુ, તા. ૭ : કોરોના મહામારીમાં એક ખાનગી કંપનીના માલિકે તેના એક કર્મચારીને પ્રોવિડન્ટ ફંડની રકમ મંજૂર ન કરતાં વાત ખરાબ રીતે વણસી ગઈ છે. આ કર્મચારીએ વિચિત્ર રીતે બોસ સામે બદલો લીધો છે. કર્મચારીએ માલિકના પરિવારના સભ્યોના નામે સેક્સ ટોય ઓર્ડર કરીને તેના ઘરે મોકલી દીધાં છે. એટલું જ નહીં તેણે તેના બોસ અને તેની પત્નીના ફોન નંબર ડેટિંગ સાઈટ્સ પર નાંખી દેતાં ઉહાપોહ થયો છે.

બેંગલુરુના કલમેન ટ્રેડિંગ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અવિનાશ પ્રભુએ આરોપી કર્મચારીના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલ આરોપીની શોધ કરી રહી છે.  એફઆઈઆર મુજબ, હરિપ્રસાદ જોશી નામનો કર્મચારી ઘણાં લાંબા સમયથી પ્રભુ પાસે પીએફના નાણાંની ચુકવણીની માગણી કરી રહ્યો હતો. પ્રભુએ આ મામલે જણાવ્યું કે, કોરોના મહામારીને કારણે તેને બિઝનેસ ઠપ થઈ ગયો છે. આ ઉપરાંત તેના પહેલાંના બિઝનેસ હેડએ તેને પીએફના દસ્તાવેજ પણ આપ્યા નહતા તેથી તેઓ પીએફ પર મહામારી સમાપ્ત થાય ત્યારબાદ જ કોઈ નિર્ણય લેવા વિચારી રહ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, જો કે જોશીને નાણાં જરૂર હતી અને જેને કારણે તેની અને પ્રભુની વચ્ચે વાકયુદ્ધ થઈ ગયું હતું અને પ્રભુએ તેને થાય એ કરી લેવા જણાવ્યું હતું. ત્યારબાદ જોશીએ ગુસ્સામાં અવિનાશ પ્રભુ અને તેની પત્ની નામ પર અશ્લીલ સમાગ્રી ઓર્ડર કરી દીધી હતી. જોશીએ પ્રભુની પત્નીનો નંબર ડેટિંગ વેબસાઈટ્સ પર નાંખી દીધો હતો.

(12:00 am IST)