Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

વેપાર બંધ કરવાનું નાપાકને ભારે પડશે : લોકો ભૂખે મરશે : ટમેટા-ડુંગળી વગેરે માટે તરસશે

ઇમરાને હાથે કરીને મુસીબત વ્હોરી : તમામ કૃષિ પેદાશો માટે ભારત પર નિર્ભર છે પાકિસ્તાન : કેમીકલ્સ માટે પણ ભારત પાસે ભીખ માંગવી પડશે : નિર્ણય માથે પડવાના એંધાણ

નવી દિલ્હી, તા. ૮ : પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-૩૭૦ હટાવ્યા બાદ અને રાજયના પૂનર્ગઠનનાં વિરોધમાં ભારત સાથેના વેપારને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ભલે પાકિસ્તાને આ માધ્યમથી વિરોધ કરવાનો નિર્ણય કર્યો હોય, પરંતુ આ પગલું ભારત કરતા પાકિસ્તાનને જ વધુ નુકસાન કરશે. જેનું કારણ છે પાકિસ્તાન પર ભારતની નિર્ભરતા ખુબ જ ઓછી છે, જયારે પાડોસી દેશ રોજિંદા જીવનની જરૂરિયાતની વસ્તુઓ માટે ભારતથી જ મંગાવે છે.

પાકિસ્તાન ડુંગળી અને ટામેટા જેવા ખાદ્ય વસ્તુઓ સિવાય કેમિકલ્સ માટે ભારત પર નિર્ભર છે. એકસપર્ટસ અને ટ્રેડર્સનું માનીએ તો આ નિર્ણયથી પાકિસ્તાનને જ ઝાટકો લાગશે. ફેડરેશન ઓફ ઇન્ડિયા એકસપોર્ટ ઓર્ગેનાઇઝેશનના ડાયરેકટર જનરલ અજય સહાય અનુસાર, વેપારને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ભારત કરતા પાકિસ્તાને વધુ પ્રભાવિત કરશે કારણ કે તે આપણા ઉપર વધુ નિર્ભર છે.

પાકિસ્તાન તરફથી ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો, જેના કારણે સીમિત વસ્તુઓને જ ભારત એકસપોર્ટ કરી શકતુ હતું. આવામાં પાકિસ્તાનનો આ નિર્ણય નુકસાનકારક સાબિત થઇ શકે છે. કારણ કે, તે તમામ પ્રકારની કૃષિ ઉત્પાદો માટે ભારત પર નિર્ભર રહ્યું છે. ભારતીય વિદેશી વેપાર સંસ્થાના પ્રોફેસર રાકેશ મોહન જોશી અનુસાર, પાકિસ્તાનનો બિઝનેસ વેપારને પ્રભાવિત કરશે. જવાહરલાલ નહેરૂ યૂનિવર્સિટીનાં પ્રોફેસર બિસ્વજીત ધર કહે છે કે, લાંબા ગાળાની વાત હોય કે પછી શોર્ટ ટર્મની આ નિર્ણયછી પાકિસ્તાન જ વધારે પ્રભાવિત થશે. જેનું કારણ એ છે કે, પાકિસ્તાન ટામેટા અને ડુંગળી માટે પણ ભારત પર નિર્ભર છે.

આ વર્ષે જ ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપાર નીચેની સ્તરે છે. ભારતે અટેક બાદ પાકિસ્તાનથી આવનારી તમામ વસ્તુઓ પર ૨૦૦ ટકા કસ્ટમ ડ્યૂટી વધારી દીધી હતી. કોમર્સ મિનિસ્ટ્રીના ડેટા અનુસાર આ નિર્ણયનાં કારણે પાકથી થનાર આયાતમાં ૯૨ ટકાનો દ્યટાડો આવ્યો હતો અને આ વર્ષે માર્ચમાં માત્ર ૨.૮૪ મિલિયન ડોલર જ રહ્યો હતો. જયારે માર્ચ ૨૦૧૮જ્રાક્નત્ન આ ૩૪.૬૧ અમેરિકન ડોલર હતું. પાકિસ્તાનથી ભારત કપાસ, ફળ, સીમેન્ટ, પેટ્રોલિયમ પ્રોડકટસને આયાત કરે છે.

(3:23 pm IST)