Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

પ્રોપર્ટી ઉપર ૧૨ વર્ષથી જેનો કબ્જો એ તેનો કાનૂની માલિક

જો તમારા ઘર, પ્રોપર્ટી કે જમીન ઉપર કોઈએ ગેરકાયદેસર કબ્જો જમાવી દીધો હોય તો તેને હાંકી કાઢવામાં જરા પણ વિલંબ નહિ કરતા નહિંતર પસ્તાવુ પડશે : સુપ્રિમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદોઃ સાચા માલિકે સમય મર્યાદામાં પગલુ લેવુ જરૂરી નહિંતર માલિકી હક્ક સમાપ્ત થઈ જશે અને જેના કબ્જામાં છે તે સંપત્તિ તેની થઈ જશે

નવી દિલ્હી, તા. ૮ :. સુપ્રિમ કોર્ટે ગઈકાલે એક અત્યંત મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે અચલ સંપત્તિ ઉપર ૧૨ વર્ષથી જેનો કબ્જો હોય તે જ તેનો કાનૂની માલિક ગણાય, તો પછી સાવધાન થઈ જાવ જો તમારી કોઈ અચલ સંપત્તિ ઉપર કોઈએ કબ્જો જમાવ્યો હોય તો તેને ત્યાંથી હટાવવામાં જરા પણ વિલંબ નહિ કરતા જો તમે તમારી સંપત્તિ પર બીજાના ગેરકાનૂની કબ્જાને પડકારવામાં વિલંબ કરશો તો સંભવ છે કે એ પ્રોપર્ટી કદાચ તમારા હાથમાંથી હંમેશ માટે ચાલી પણ જાય. સુપ્રિમ કોર્ટે આ બારામાં એક મોટો ફેંસલો સંભળાવ્યો છે. જે હેઠળ જો વાસ્તવિક કે કાનૂની માલિક પોતાની અચલ સંપત્તિને ગેરકાયદેસરોના કબ્જામાંથી પોતાની પાસે લેવામાં સમય સીમાની અંદર પગલા ન લ્યે તો તેનો માલિકી હક્ક સમાપ્ત થઈ જશે અને એ અચલ સંપત્તિ પર જેણે કબ્જો જમાવ્યો છે તેને જ કાનૂની રીતે માલિકી હક આપી દેવાશે.

જો તમારી અચળ સંપત્ત્િ। એટલે ઘર, પ્રોપર્ટી કે જમીન પર કોઈએ કબ્જો જમાવી લીધો હોય તો તમારે તેને હટાવવામાં જરા પણ મોડું ન કરવું જોઈએ. જો તમે તમારી સંપત્ત્િ। પર બીજાએ ગેરકાયદેસર કબ્જો કર્યો હોવાની વાતને કોર્ટમાં પડકારવામાં મોડું કરશો તો શકય છે કે સંપત્ત્િ। કાયમ માટે તમારા હાથમાંથી સરકી જશે. સુપ્રીમ કોર્ટે આ મામલે એક મોટો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અંતર્ગત જો વાસ્તવિક કે કાયદેસર માલિક અચળ સંપત્ત્િ। પર બીજી વ્યકિતના કબ્જાને પોતાના હસ્તક લેવા માટે અમુક સમય મર્યાદા અંદર કદમ નહિ ઊઠાવે તો તેનો માલિકીનો હક સમાપ્ત થઈ જશે અને એ સંપત્ત્િ। જેણે કબ્જો જમાવ્યો છે તેની થઈ જશે. આટલું જ નહિ, તે વ્યકિતને પ્રોપર્ટી પર કાયદાકીય રીતે બધા જ લાભ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર દબાણને આમાં શામેલ કરવામાં નહિ આવે. એટલે કે સરકારી જમીનને ગેરકાયદેસર પચાવી પાડવાને કાયદાકીય માન્યતા નહિ મળી શકે.

લિમિટેશન એકટ ૧૯૬૩ અંતર્ગત પ્રાઈવેટ સંપત્ત્િ। પર લિમિટેશનની અવધિ ૧૨ વર્ષ અને સરકારી સંપત્ત્િ।માં ૩૦ વર્ષ છે. આ મર્યાદા કબ્જાના દિવસથી શરૂ થયેલી ગણાય છે. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ એસ.અબ્દુલ નજીર અને જસ્ટિસ એમ આર શાહની બેંચે કાયદાની જોગવાઈઓની વ્યાખ્યા કરતા જણાવ્યું છે કે જે વ્યકિતએ અચલ સંપત્ત્િ। પર ૧૨ વર્ષથી વધુ સમય કબ્જો રાખ્યો છે, કાયદો તેના પક્ષમાં છે. જો ૧૨ વર્ષ પછી તેને હટાવવામાં આવે તો તેની પાસે સંપત્ત્િ। ફરી મેળવવા માટે કાયદાના શરણમાં જવાનો અધિકાર છે.

બેંચે જણાવ્યું કે, અમારો નિર્ણય છે કે સંપત્ત્િ। પર જેનો કબ્જો છે, તેને બીજી કોઈ વ્યકિત યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વિના ત્યાંથી હટાવી ન શકે. જો કોઈએ ૧૨ વર્ષથી ગેરકાયદેસર કબ્જો કરી રાખ્યો હોય તો કાયદાકીય માલિક પાસે તેને હટાવવાનો અધિકાર નથી. આવી સ્થિતિમાં ગેરકાયદેસર સંપત્ત્િ। પચાવી પાડનારને જ કાયદાકીય અધિકાર, માલિકીનો હક મળશે.

ચુકાદામાં સ્પષ્ટ કરાયુ છે કે જો કોઈએ ૧૨ વર્ષ સુધી ગેરકાયદેસર કબ્જો રાખ્યો હોય તે પછી તેણે કાયદાકીય રીતે પોતાની માલિકીનો હક પ્રાપ્ત કરી લીધો તો તેને અસલી માલિક હટાવી ન શકે. જો જબરદસ્તી કબ્જો હટાવવામાં આવશે તો અસલી માલિક વિરુદ્ઘ તે કેસ કરી શકે છે અને સંપત્ત્િ। પાછી મેળવવાનો દાવો કરી શકે છે કારણ કે અસલી માલિક ૧૨ વર્ષ બાદ પોતાની માલિકીનો હક ગુમાવી દે છે.

(3:42 pm IST)
  • જુવો વિડીયો : કર્ણાટકના ચીકોડી તાલુકાના યામાગરણી ગામ પાસે નિપ્પણી - કોલ્હાપુર નેશનલ હાઇવે રોડ પર ભારે વરસાદને લીધે ગોઠણડૂબ પાણી ભરાયા છે, જેમાં સ્થાનિકો સંગીત સાથે નાચ - ગાનની મોજ માણી રહેલા ઉપરોક્ત વિડીયોમાં દર્શાય છે. access_time 11:11 am IST

  • કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ - કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫A ઉઠાવી લીધા બાદ આજે સાંજે ૪ વાગ્યાને બદલે રાત્રે ૮ વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્ર જોગ ઉદબોધન કરશે તેમ જાણવા મળે છે access_time 11:47 am IST

  • મધ્યપ્રદેશમાં કુમાર મંગલમ બિડલા બનાવશે 100 હાઈટેક ગૌશાળા ;મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે તેઓની મુંબઈ મુલાકાત વેળાએ મોટા ઔદ્યોગિક ગ્રુપો સાથે બેઠક કરી અને રાજ્યમાં રોકાણ અંગે ચર્ચા કરી ;બિડલા ઉદ્યોગ જૂથના કુમાર મંગલમ બીડલાએ એમપીમાં 100 હાઈટેક ગૌશાળા બનાવવા સહમતી આપી access_time 12:52 am IST