Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

કલમ ૩૭૦

મીટીંગ માટે કાશ્મીર પહોંચેલા ગુલામ નબીને શ્રીનગર એરપોર્ટથી પરત મોકલી દેવાયા

એરપોર્ટ પર જ રોકી દિલ્હી પરત મોકલી દેવાયા

નવી દિલ્હી, તા. ૮ : જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ને નબળી કરવાનો કોંગ્રેસ પાર્ટી વિરોધ કરી રહ્યું છે. રાજયસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદ આજે પાર્ટીના નેતાઓની સાથે બેઠક કરવા માટે શ્રીનગર પહોંચ્યા હતા. પરંતુ પ્રશાસને તેમને આગળ નહીં જવાનું કહ્યું અને શ્રીનગર એરપોર્ટ પર જ રોકી દીધા. આઝાદને હવે વિસ્તારાની નેકસ્ટ ફ્લાઇટમાં પાછા દિલ્હી મોકલાશે.

ગુલામ નબી આઝાદને બપોરે ૩.૩૦ વાગ્યાની ફ્લાઇટથી દિલ્હી પાછા મોકલવામાં આવી રહ્યા છે. તેમની સાથે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ ગુલામ અહમદ મીર પણ આજે સવારે જ શ્રીનગર પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગુલામ નબી આઝાદે રાજયસભામાં પણ મોદી સરકારનો પૂરજોરથી વિરોધ કર્યો હતો અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત રાજય બનાવાના નિર્ણયને ગેર સંવૈધાનિક ગણાવ્યો હતો.

ગુરૂવારના રોજ શ્રીનગર રવાના થતા પહેલાં ગુલામ નબી આઝાદે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમનું કહેવું હતું કે કેન્દ્રે જમ્મુ-કાશ્મીરના લોકોને કર્ફ્યુમાં રાખી એવો નિર્ણય કર્યો છે જો કે શરમજનક છે. આ સિવાય આઝાદે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત રાજય બનાવા અને કલમ ૩૭૦દ્ગચ આ રીતે હટાવી નબળી કરવી એક ગેર-સંવૈધાનિક નિર્ણય છે.

આપને જણાવી દઇએ કે કોંગ્રેસ પાર્ટીએ લોકસભા અને રાજયસભામાં મોદી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલના વિરોધમાંકર્યો હતો. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મોદી સરકારના નિયર્ણની ટ્વીટ કરી આલોચના કરી હતી અને આ નિર્ણયને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો.

જો કાશ્મીરની વાત કરીએ તો દ્યાટીમાં હજુ પણ કલમ ૧૪૪ લાગેલી છે અને સુરક્ષાબળોને મોટી સંખ્યામાં તૈનાત કરાયા છે. જમ્મુ શ્રીનગર અને લદ્દાખ ત્રણેય વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગેલી છે. જો કે લોકોને જરૂરિયાતનો સામાન લેવા જવા માટે બજારમાં જવાની છૂટ અપાઇ છે.

(3:40 pm IST)