Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

પૂર્વ મંત્રી લાલ સિંહ નજરકેદ

કાશ્મીર ઘાટી બાદ હવે જમ્મુના નેતાઓ પર કડક કાર્યવાહી

શ્રીનગર, તા.૮: ધારા ૩૭૦ પરના મોદી સરકારના નિર્ણય બાદ જમ્મૂ-કાશ્મીરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે. સ્થાનિક પોલીસે સુરક્ષાને ધ્યાનમાં લઇને પૂર્વમંત્રી અને ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટીના અધ્યક્ષ લાલ સિંહને નજરકેદ કર્યા છે.

લાલ સિંહ પહેલા જમ્મૂના નેતા છે જેમને નજરકેદ કરવામાં આવ્યાં છે. ચૌધરી લાલ સિંહને જમ્મૂના ગાંધીનગરમાં તેમના સરકારી નિવાસ સ્થાનમાંથી બહાર જવાની મનાઇ કરવામાં આવી છે. જમ્મૂ-કાશ્મીરમાં ધારા ૩૭૦ હટાવ્યાં પહેલા ઘાટીના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યાં હતા.

જેમાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતી, ઉમર અબ્દુલ્લા સહિત અન્ય નેતાઓ સામેલ હતા. જયારે નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે કાશ્મીર ઘાટીમાં લોકોને કેદ કરવામાં આવી રહ્યાં છે. ફારૂક અબ્દુલ્લાને જેલમાં છે. તેમણે કહ્યું કે અમે ગ્રેનેડ અથવા પથ્થર ફેંકવાવાળા નથી.

આ અગાઉ નેશનલ ફોન્ફરન્સ (NC) નેતા ઉમર અબ્દુલ્લાએ આ અગાઉ રવિવાર રાતે ડર વ્યકત કર્યો હતો કે મને અન્ય નેતાઓ સાથે નજરકેદ કરવામાં આવી શકે.લોકસભામાં કેટલાંક નેતાઓ દ્વારા ફારૂક અબ્દુલ્લાની ગેરહાજરી અને તેમની સુરક્ષાને લઇને ચિંતા વ્યકત કરી હતી.

જો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ફારૂખ અબ્દુલ્લા સુરક્ષિત છે, તેઓ પોતાની મરજીથી ત્યાં રહ્યાં છે. ફારૂક અબ્દુલ્લાને નજરકેદ કરવામાં નથી આવ્યાં અને ના તો તેમની અટકાયત કરવામાં આવી છે.

(11:56 am IST)