Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા વિરુદ્ધ કસાતો ગાળિયો :ઇડીને મળ્યા કરોડોના બેન્ક કૌભાંડના પૂરાવા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જમ્મૂ-કશ્મીર બેંક ઘોટાળાના તાર પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા સાથે જોડાયેલા હોવાનો દાવો કર્યો છે. ઈડીએ દાવો કર્યો છે કે, મળેલા પૂરાવાના આધારે એ સ્પષ્ટ થાય છે કે, 7 કરોડ રૂપિયાના ફ્રોડમાં ફારુક અબ્દુલ્લા અને તેમના કેટલાક નજીકના લોકોનો હાથ છે. જેમાં ઈડીએ જણાવ્યું છે કે, ફારુક અબ્દુલ્લાએ તેમના કેટલાક વિશ્વાસુ લોકોની મદદથી J&K બેન્કમાં ઘણાં અકાઉન્ટ ખોલાવ્યાં.જેમાંનું એક નામ હતું અહસાન મિર્ઝા, જેને ચેક પર સહી કરવાના અધિકાર હતા. મિર્ઝાએ તેને J&K ક્રિકેટ એસોશિએસનનો કોષાધ્યક્ષ બનાવ્યો હતો, જેના અધ્યક્ષ અબ્દુલ્લા છે. J&K બેંકના એક સીનિયર અધિકારીની મિલીભગતથી JKCAમાં પેરલલ અકાઉન્ટ્સ ખોલવામાં આવ્યાં હતા .

હવે રિટાયર થઈ ગયેલ અધિકારીઓની ભૂમિકા બાબતે ચર્ચા ચાલી રહી છે. ઈડી એ જોઇ રહી છે કે, આ અધિકારીને અપૂરતા દસ્તાવેજોના આધારે ખાતાં ખોલવામાં પૂર્વ સીએમએ કેવી રીતે મદદ કરી હતી. મિર્ઝાએ આ ખાતાં પર લોનો લીધી અને પછી આ પૈસાને તેમના પર્સનલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા .

2007માં JKCA ના તત્કાલીન કોષાધ્યક્ષ મીર મંજૂર ગજનફારે આ ગેરકાયેદરની લેણ-દેણની માહિતી JKCA પ્રેસિડેન્ટ રહી ચૂકેલ અબ્દુલ્લાને આપી, જેમણે આ બધી જ ગડબડોને નજરાંદાજ કરી. ગજનફારે ઈડીને જણાવ્યું કે, અબ્દુલ્લા માટે મિર્ઝા જ ગેરકાયદેસર ખાતાંમાં પૈસા ટ્રાન્સફર કરી રહ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર 2002 થી 2011 વચ્ચે, JKCA ને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી 112 કરોડ રૂપિયા મળ્યા.હતા 

(11:45 am IST)