Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

સોનાના ભાવમાં આગઝરતી તેજી:ભાવમાં જંગી ઉછાળો : રેકોર્ડબ્રેક 38 હજારની નજીક પહોંચ્યો

અર્થતંત્રમાં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યાં

 

સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે દિલ્હીમાં 99.9 કેરેટ સોનાનો ભાવમાં 1,113 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો  સાથે 10 ગ્રામ સોનાની કિંમત વધીને 37 હજાર 920 સુધી પહોંચી છે

 ઓલ ઇન્ડિયા સર્રાફા એસોસિએશન તરફથી જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીનો સોનાનો સૌથી ઉંચો ભાવ છે. 99.5 કેરેટ સોનાની કિંમત 1,115 રૂપિયા વધીને 37 હજાર 750ના સ્તરે પહોંચી ગઇ હતી. આંતરરાષ્ટ્રી માર્કેટમાં તેજી અને સ્થાનિક સ્તરે ડિમાન્ડના કારણે સોનાની કિંમતમાં વધારો નોંધાયો છે.

  અમેરિકા અને ચીનના ટ્રેડ વોરના કારણે અર્થતંત્રમાં અનિશ્ચિતતા સર્જાયેલી છે. તેના કારણે રોકાણકારોને સોનાને સુરક્ષિત રોકાણ ગણી રહ્યા છે. ન્યૂયોર્કમાં પણ સોનાનો ભાવ વધીને 1,487.20 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો હતો

 

(12:00 am IST)