Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

કાબુલમાં તાલિબાનના ધડાકામાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોતઃ ૧૦૦ લોકો ઘાયલ

અફઘાનિસ્‍તાનની રાજધાની કાબૂલમાં બુધવારના તાલિબાનો દ્વારા કરવામાં આવેલ કાર બોંબ ધડાકામાં લગભગ ૧૮ લોકોના મોત થયા જયારે ૧૦૦ લોકો ઘાયલ થયા હતા.

 

            રિપોર્ટસ મુજબ ધડાકા પછી નાના હથિયારો દ્વારા ગોળીબારીનો અવાજ પણ સંભળાયો અને શકિતશાળી ધડાકાને લીધે ઘટના સ્‍થળથી દૂરની દુકાનોના કાચ પણ તુટી ગયા.

સ્‍થાનીય સમય મુજબ સવારે લગભગ ૯ વાગ્‍યાના અરસામાં બોંધ ધડાકો થયેલ.

(12:00 am IST)