Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ભરચોમાસે નર્મદા નદીના તટ સુક્કા ભઠ :ઇન્દિરા સાગર પ્રોજેક્ટનો જળાશય 30 ફૂટ ખાલી

શ્રાવણ માસમાં નર્મદામાં આસ્થાની ડુબકી લગાવવા માટે પાણીનો અભાવ :પહેલા ડેમ ભરીને પછી પાણી છોડવાની નીતિનો નિષ્ણાંતો કરે છે ટીક્કા

 

ભોપાલઃદેશમાં ચોમાસુ મધ્યાને પહોંચ્યું છે ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી નર્મદા નદીના તટ હજુ પણ સૂકા ભઠ્ઠ છે બીજીતરફ મધ્ય પ્રદેશમાં બનેલા દેશ સૌથી મોટા ઈન્દીરા સાગર પ્રોજેક્ટના જળાશય સુધી નદીનું પાણી માંડ માંડ પહોંચી રહ્યું છે.

   1312 કિમી લાંબી નર્મદા હાલમાં માત્ર જબલપુરમાં આવેલા બાર્ગી ડેમ સુધી 400 કિમીના વિસ્તારમાં વહી રહી છે. જ્યારે ઈન્દિરા સાગર પ્રોજેક્ટનો જળાશય હજુ પણ 30 ફૂટ જેટલો ખાલી છે.જ્યારે તેની આગળના વિસ્તારમાં રહેલા લોકોને શ્રાવણ માસમાં નર્મદામાં આસ્થાની ડુબકી લગાવવા માટે હવે જળાશય સંગ્રહ ક્ષમતા જેટલું ભરાઈ જાય ત્યાં સુધી રાહ જોવી પડશે. નર્મદા કિનારે વસતા લોકો હવે ચિંતિત બન્યા છે. આથી સ્થાનિકો જિલ્લાના SDM મધુવંત ધ્રૂવેને તેમના ટ્રાન્સફરના 10 દિવસ પહોલા મળવા પહોંચ્યા અને પોતાની લાગણી જણાવી. તેમણે કહ્યું કે, નર્મદામાં માંડ થોડું પાણી રહ્યું છે. હવે પવિત્ર શ્રાવણ માસમાં તેઓ ડૂબકી કેવી રીતે લગાવશે. 

   એક સ્થાનિકે જણાવ્યું કે, પાણી ખાબોચીયામાં જ બચ્યું છે. ત્યાં સુધી પહોંચવા માટે લપસણા પથ્થર અને કાદવમાંથી પસાર થઈને જવું પડે છે. 

   નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરિટી (NVDA)ના સૂત્રોએ જણાવ્યું કે,ચોમાસાના વિરામના કારણે પાણી છોડી શકાય તેમ નથી.ઈન્દીરા સાગર પ્રોજેક્ટનું જળાશય પોતાની ક્ષમતા સુધી ભરાઈ જાય ત્યાર બાદ જ પાણીને છોડી શકાશે.નર્મદા 163 મીટરની ઉંચાઈને બદલે 153 મીટરની ઉંચાઈથી વહી રહી હતી, જ્યારે બિરવાહમાં તે 123 મીટરના બદલે 113 મીટરની ઉંચાઈથી વહી રહી હતી. 

    પહેલા ડેમ ભરીને પછી પાણી છોડવાની સરકારની નીતિના કારણે એક્સપર્ટ્સ આકરી ટીકા કરી રહ્યા છે. તેમના મુજબ, સરકાર નદીને ખતમ કરી રહી છે. આ પહેલા 23મી જુલાઈએ બાર્ગી ડેમમાં સતત વધી રહેલા જળસ્તરના કારણે પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ જ્યારથી બાર્ગી ડેમના દરવાજા બંધ છે, નદી વહેતી બંધ થઈ ગઈ છે.

(11:46 pm IST)