Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

વિશ્વની ટોચની ફર્નિચર કંપની આઇકિયા ભારતમાં વેચશે સમોસા: હૈદરાબાદમાં સૌપ્રથમ સ્ટોર ખુલશે

-શોરૂમમાં 7500 જેટલી પ્રોડક્ટ :1000 આઇટમાંનો ભાવ 200 સુધી કે તેનાથી પણ ઓછો

હૈદરાબાદ :વિશ્વની સૌથી મોટી ફર્નિચર બનાવતી કંપની કહેવાતી આઈકિયાનો ભારતમાં પહેલો સ્ટોર ખુલવાનો છે.12 વર્ષની લાંબી તૈયારી અને જાહેરાતના 6 વર્ષ બાદ આઈકિયા હવે ભારતમાં પોતાનો પહેલા સ્ટોરનું ઉદ્ઘાટન કરશે આ દિગ્ગજ કંપની ભારતમાં સમોસા, સાંભર અને ઈડલી જેવી આઈટમ પણ વેચશે. કંપનીએ 2025 સુધીમાં ભારતમાં કુલ 25 સ્ટોર ખોલવાની યોજના બનાવી છે, તેમાંથી પહેલો સ્ટોર હૈદરાબાદમાં 9 ઓગસ્ટે ખુલશે. હૈદરાબાદના બહારના વિસ્તારમાં હાઈટેક સિટીમાં ખૂલી રહેલો આઈકિયાનો પહેલો સ્ટોર 13 એકરના કોમ્પ્લેક્સમાં હશે.

    આ શો રૂમમાં કુલ 7,500ની આસપાસ પ્રોડક્ટ્સ હશે અને તેમાંથી લગભગ 1,000 આઈટમ એવી હશે, જેની કિંમત 200 રૂપિયા સુધી કે પછી તેનાથી પણ ઓછી હશે. આઈકિયાને આશા છે કે, એક વર્ષની અંદર લગભગ 60 લાખ ગ્રાહક તેને મળી રહેશે. આઈકિયાનો આ સ્ટોર 19 જુલાઈએ જ શરૂ થવાનો હતો, પરંતુ તૈયારી પૂરી ન થવાને પગલે તેને 9 ઓગસ્ટ સુધી ટાળી દેવાયું હતું. આઈકિયાની ટીમે ભારતમાં કામ શરૂ કરતા પહેલા લગભગ 1,000 ઘરોમાં જઈને સર્વે કર્યો અને તેમની કમાણી, લાઈફસ્ટાઈલને જાણીને તેની જરૂરિયાતો અને ઈચ્છાઓ સમજવાનો પણ પ્રયાસ કર્યો હતો

   ફર્નિચર અને ઘર ઉપયોગના સામાન વેચતી કંપની ભારતમાં રેસ્ટોરન્ટ પણ ખોલશે. કંપનીનું માનવું છે કે, તે દ્વારા તેના સ્ટોરમાં આવતા લોકોની સંખ્યાને વધારી શકાશે. ફર્નિચર માટે જાણીતી કંપનીનું આ પગલું એક રીતે આશ્ચર્યનજક છે. આઈકિયાના હૈદરાબાદના સ્ટોરમાં બનેલી રેસ્ટોરન્ટમાં એક સાથે 1,000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હશે.મેન્યુમાં અડધાથી વધુ વસ્તુઓ વેજિટેરિયન હશે, જેમકે- સાંભર, સમોસા, વેજ બિરયાની. આ આઈટમ્સને 25 વેન્ડર્સ દ્વારા ઉપલબ્ધ કરાવાશે. ખાસ કરીને મહિલાઓના નેતૃત્વવાળા સામાજિક જૂથોની મદદ લેવામાં આવશે.

કંપનીએ ભારતમાં વેપાર જમાવવા માટે અહીંના સાંસ્કૃતિક અને સામાજિક માળખાનું પૂરું ધ્યાન રાખ્યું છે. આઈકિયાએ પોતાના ટ્રેડમાર્ક બીફ અને પોર્કની બદલે ચિકન વેચવાનો નિર્ણય કર્યો છે.

(11:45 pm IST)