Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ભારતની પ્રતિ વ્યક્તિ સરેરાશ આવક 4 વર્ષમાં 80,000ની નજીક પહોંચી

 

નવી દિલ્હીઃ ભારતની પ્રતિ વ્યક્તિ સરેરાશ આવત ગત ચાર વર્ષમાં વધીને 79,882 રૂપિયા સુધી પહોંચી છે. કેન્દ્રીય આંકડા મંત્રી વિજય ગોયલે સંસદમાં કહ્યું કે, યૂપીએના 4 વર્ષની તુલનામાં મોદી સરકારના 4 વર્ષોમાં પ્રતિ વ્યક્તિ આવકમાં સતત વધારો થયો છે. તેમણે કહ્યું કે, 2011-12થી 2014-15 પ્રતિ વ્યક્તિ આવક 67,594 રૂપિયા હતી.

   ગોયલે લોકસભામાં આપેલા લેખિત નિવેદનમાં કહ્યું, દેશની પ્રતિ વ્યક્તિ સરેરાશ આવત 2011-2થી 2014-15 દરમિયાન  67,594 રૂપિયા હતી. જે 2014-15થી નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન વધીને 79,882 રૂપિયા થઈ ગઈ છે. કેન્દ્રીય પ્રધાને લોકસભામાં ગત 4 વર્ષ દરમિયાન પ્રતિ વ્યક્તિ આવકના સ્તરમાં વધારાને લઈને પૂછેલા સવાલના જવાબમાં આ આંકડા રજૂ કર્યા હતા

    નિવેદન પ્રમાણે 2013-14માં 4.6 ટકાના વધારાની સાથે પ્રતિ વ્યક્તિ સરેરાશ આવક 68,572 રૂપિયા સુધી પહોંચી ગઈ. 2014-15માં 6.2 ટકાના વધારાની સાથે આ આંકડો 72,805ના લેવલ સુધી પહોંચ્યો. 2015-16માં આ આંકડો 6.9 ટકા વધીને 77,826 અને  2016-17માં 82,229ના લેવલ સુધી પહોંચી ગયો છે.

ગોયલે લોકસભામાં આપેલા લેખિત નિવેદનમાં કહ્યું, દેશની પ્રતિ વ્યક્તિ સરેરાશ આવત 2011-2થી 2014-15 દરમિયાન  67,594 રૂપિયા હતી

(11:26 pm IST)