Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કરુણાનિધિ મારા માટે પિતા સમાન હતા,આવા રાજનેતાને ખોવા દેશને નુકશાન : સોનિયા ગાંધીએ લખ્યો ભાવુકપત્ર

સોનિયાએ કરુણાનિધિના પુત્ર એમકે સ્ટાલિનના નામે એક ઇમોશનલ લેટર લખ્યો

નવી દિલ્હી :ડીએમકેના પ્રમુખ અને તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિનું લાંબી બિમારી બાદ ચેન્નાઈમાં નિધન થયું હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન(UPA)ની ચેરપર્સન સોનિયા ગાંધીએ કરુણાનિધિના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સોનિયાએ કરુણાનિધિના પુત્ર એમકે સ્ટાલિનના નામે એક ઇમોશનલ લેટર લખ્યો છે.

  સોનિયા ગાંધીએ સ્ટાલિનના નામે લખેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે - કરુણાનિધિનું જવું મારા માટે અંગત ક્ષતિ છે. કલૈગનાર (કરુણાનિધિ) મારા પિતા સમાન હતા. આપણે હવે તેમને ક્યારેય જોઈ શકીશું નહીં. આવા રાજનેતાને ખોવા દેશ માટે નુકસાન છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ,વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી,કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી,ભાજપ અધ્યક્ષ અમિતભાઈ શાહ, તામિલનાડુના મુખ્યમંત્રી .પલાનીસ્વામી, ઉપ મુખ્યમંત્રી પન્નીરસેલ્વમ અને દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત સહિત બધા દિગ્ગજોએ કરુણાનિધિના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

(7:40 pm IST)