Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

અમેરીકાના વિઝા પુરા થયા બાદ પણ ગત વર્ષે ૭ લાખથી વધુ વિદેશીઓ રોકાય ગયા

 ન્યુયોર્કઃ અમેરીકામાં ગયા વર્ષે ૭ લાખથી વધુ વિદેશીઓ વિઝાની મર્યાદા પુરી થઇ ગઇ હોવા છતા વધુ સમય સુધી રોકાઇ રહયા હોવાનું અમેરીકી આંતરીક સુરક્ષા મંત્રાલયે જણાવ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેકસીકોની સીમા ઉપર અરબો ડોલરોના ખર્ચે દિવાલ બનાવી સીમાને સુરક્ષીત  બનાવવાની વાત કહી છે ત્યારે એક અનુમાન મુજબ ૧.૧૦ કરોડ લોકોમાંથી ૪૦ ટકા લોકો વિઝાનો સમય પુરો થયો હોવા છતા ગેરકાયદેસર રીતે વસી રહયા છે.  ઓકટોબર ૨૦૧૬ થી સપ્ટેમ્બર ૨૦૧૭ દરમિયાન વિમાન અથવા જહાજથી આવનાર પર્યટકોમાંથી ૭.૦૭.૯૦૦ લોકો વિઝાની અવધીથી વધુ સમય રોકાયા હતા. જો કે વિઝા પુરા થયા બાદ રોકાયેલ લોકોનો ચોકકસ આંકડો હાલ જાણવા મળેલ નથી કેમકે હવાઇ અને દરીયાઇ માર્ગ સીવાય રસ્તા દ્વારા અમેરીકા આવેલ લોકોની માહિતી આમાં સામેલ નથી. (૪૦.૧૨)

(4:02 pm IST)