Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

PNB ની ૯૪૦ કરોડની ચોખ્ખી ખોટ

નીરવ મોદી ઇફેકટ

નવી દિલ્હી, તા.૮: નીરવ મોદીના ૧૪,૦૦૦ કરોડના કૌભાંડની અસરને કારણે પંજાબ નેશનલ બેન્ક (PNB)એ પ્રથમ કવાર્ટરમાં ૯૪૦ કરોડની ચોખ્ખી ખોટ કરી છે. અગાઉના વર્ષના સમાન ગાળામાં બેન્કે ૩૪૩.૪૦ કરોડનો નફો કર્યો હતો.

PNBના એમડી સુનિલ મહેતાએ જણાવ્યું હતું કે, 'એ એક દ્યટના (નીરવ મોદી કૌભાંડ) ને કારણે અમારો નફો ધોવાઈ ગયો છે. બેન્ક ચાલુ વર્ષે નફો કરવાની દિશામાં સક્રિય છે.'PNB શેર મંગળવારે બીએસઇ પર ૮.૧ ટકા ઘટીને ૮૨.૮૫ના મથાળે બંધ રહ્યો હતો. બેન્કે ૨૦૧૮-૧૯ના ૨૦,૦૦૦ કરોડના ટાર્ગેટ સામે પ્રથમ કવાર્ટરમાં ૮,૪૪૫ કરોડની રિકવરી કરી છે.મહેતાએ કહ્યું હતું કે, 'બેન્કનો કાર્યકારી નફો વધીને ૪,૧૯૫ કરોડ થયો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ૩,૨૧૭ કરોડ હતો. આ બાબત સૂચવે છે કે, બેન્કમાં ઝડપથી બેઠા થવાની ક્ષમતા છે. કવાર્ટરમાં બેન્કની કુલ જોગવાઈ ૫,૧૩૫ કરોડ થઈ છે. જેમાં નીરવ મોદી કૌભાંડની જોગવાઈ ૧,૮૦૦ કરોડ કરવામાં આવી છે.

PNB કૌભાંડ માટે RBIના બે કવાર્ટરમાં ૫૦ ટકાની વહેંચણીના નિર્દેશ સામે ૬૩ ટકા જોગવાઈ કરી છે.' ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી કૌભાંડ પછી તરત ૨૦૧૭-૧૮ના ચોથા કવાર્ટરમાં PNB ૧૩,૪૧૬.૯૧ કરોડની ખોટ કરી હતી.

PNB જણાવ્યા અનુસાર બેન્કે એસેટ રિકન્સ્ટ્રકશન કંપનીઓને વેચાણ માટે  ૧૭,૮૦૦ કરોડનાં ૧૫૯ એકાઉન્ટ અલગ તારવ્યાં છે. PNB¨Ç NCLT પ્રક્રિયા હેઠળ રિઝોલ્યુશન્સ દ્વારા લગભગ ઈં ૭,૦૦૦ કરોડ મળવાનો અંદાજ છે. ઉપરાંત, બેન્ક ચાલુ નાણાકીય વર્ષમાં ૮,૬૦૦ કરોડની નોન-કોર એસેટ્સના વેચાણની યોજના ધરાવે છે. બેન્કે PNB હાઉસિંગ ફાઇનાન્સનો હિસ્સો વેચવા મર્ચન્ટ બેન્કરની નિમણૂક કરી છે. વધુમાં તે PNB મેટલાઇફ ઇન્શ્યોરન્સનો ૪ ટકા હિસ્સો પણ વેચવા સક્રિય છે.PNB ગ્રોસ NPA વધીને ૩૦ જૂન ૨૦૧૮દ્ગક્ન રોજ ૧૮.૨૬ ટકા થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ૧૩.૬૬ ટકા હતી. બેન્કની ચોખ્ખી NPA વધીને ૧૦.૫૮ ટકા રહી છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ૮.૬૭ ટકા હતી. બેન્કે કામગીરીના કોન્સોલિડેશનની પ્રક્રિયા હાથ ધરી છે. જેના ભાગરૂપે આર્થિક રીતે વળતરદાયી ન હોય એવી ૩૫ ઓફિસ, ૮ બ્રાન્ચ અને વિદેશની પાંચ પ્રતિનિધિ ઓફિસને બંધ કે મર્જ કરવામાં આવી છે.(૨૩.૧૧)

(4:01 pm IST)