Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કરૂણાનીધિની અંતિમવિધિ મરીના બીચ ખાતે થશે : હાઇકોર્ટમાં સરકારની હાર : DMKનો વિજય

ગઇરાતથી શરૂ થયેલો 'ડ્રામા' સવાર સુધી ચાલ્યો : આખરે કોર્ટે ડીએમકેની તરફેણમાં આપ્યો ચુકાદો :ડીએમકેએ મરીના બીચની જગ્યા માંગી'તી : સરકારે નનૈયો ભણી દીધો હતો : હવે સમાધી દિવંગતના ગુરૂની બાજુમાં જ બનશે

ચેન્નાઇ તા. ૮ : ડીએમકે સુપ્રીમો અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિના અંતિમ સંસ્કાર અંગેના વિવાદનો અંત આવ્યો છે. મદ્રાસ હાઇકોર્ટે મરીના બીજ ઉપર કરૂણાનિધિના અંતિમ સંસ્કાર કરવા માટે મંજૂરી આપી દીધી છે. હાઇકોર્ટના આ નિર્ણય સાંભળતા જ રાજાજી હોલની બહાર ડીએમકેના હજારો સમર્થકોમાં ખુસીની લહેર છવાઇ હતી. તેમના રાજકીય વારસ સ્ટાલિનની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.

બીજી તરફ હાઇકોર્ટના નિર્ણય ડીએમકે સમર્થક ખુબજ ઉત્સાહિત થયા હતા. લોકોએ રાજાજી હોલની દિવાલ ચઢીને હોલમાં ખુસવાનો પ્રયત્ન કર્યો હતો. કરૂણાનિધિના અંતિમ સંસ્કાર સાથે સંકળાયેલી અરજીની સુનાવણી દરમિયા મોટી સંખ્યામાં લોકો હાઇકોર્ટની બહાર ઊભા હતા. બીજી તરફ રાજાજી હોલની બહાર પણ સમર્થકો કાબુ બહાર થતા નજરે ચડે છે. લોકો પોતાના થલઇવાના દર્શન કરવા માટે ગમે તે પ્રકારે રાજાજી હોલમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ સાથે ડીએમકે સુપ્રીમો કરૂણાનિધિના અંતિમ દર્શન કરવા માટે વડાપ્રધાન મોદી રાજાજી હોલ પહોંચ્યા હતા. કરૂણાનિધિને શ્રદ્ઘાંજલિ આપવા માટે રાજયસભા અને લોકસભાની કાર્યવાહી ગુરુવાર સુધી સ્થગિત કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે સાંજના સમયે ૯૪ વર્ષે કરૂણાનિધિનું ચેન્નાઇની કાવેરી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. ત્યારબાદ તેમના અંતિમ સંસ્કારની જગ્યા અંગે વિવાદ ચાલ્યો હતો. મદ્રાસ હાઇકોર્ટમાં મરીના બિચ ઉપર અંતિમ સંસ્કારને રોકવા માટે અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી મંગળવાર મોડી રાત સુધી ચાલી હતી. ત્યારબાદ જજોની બેચ દ્વારા બુધવારે સવારે ફરથી સુનાવણી હાથધરી હતી. અરજી કરતા અને સરકારના વકિલો દ્વારા પોતાનો પક્ષ મુકયો હતો. આમ અંતે મદ્રાસ હાઇકોર્ટે નિર્ણય તમિલનાડુ સરકાર તરફ આપ્યો હતો. અને પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર મરિના બીચ ઉપર કરવાની મંજૂરી આપી છે. જેના પગલે સમર્થકોમાં ભારે ઉત્સાહ ફેલાયો હતો.

આ પહેલા કરુણાનિધિના અંતિમ સંસ્કાર વિવાદમાં નવો વળાંક આવ્યો છે. મરીન બીચ ઉપર અંતિમ સંસ્કાર સામે અરજી દાખર કરનાર દુરઇસ્વામીએ પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. તેમણે જયલલિતાના અંતિમ સંસ્કાર મરીના બીચ ઉપર કરવા માટે અરજી કરી હતી. જેના આધાર પર તમિલનાડુ સરકરે મરીના બીચ ઉપર અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપી આપવાથી ના પાડી દીધઈ છે.

તમિલનાડુના સરકારે પોતાન સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, મરીના બીચ પર અંતિમ સંસ્કાર માટે જગ્યા આપવામાં નહીં આવી શકે. તમિલનાડુ સરકારે કરુણાનિધિના અંતિમ સંસ્કાર માટે ગાંધી મંડપમ પાસે અંતિમ સંસ્કાર કરવા માટે જગ્યા આપી છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓ મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયમાં પેન્ડિંગ કેટલાક મામલાઓ અને કાનૂની જટિલતાને કારણે મરીન બીચ પર જગ્યા આપવા માટે અસમર્થ છે. ડીએમેકે આનાથી ખુશ નહી તેને મદ્રાસ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવાનો નિર્ણય લીધો. ડીએમકેના એ શ્રવણને જણાવ્યું કે સરકાર તેમના નેતાને જમીન આપી રહી નથી. અમે મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસના ઘરે અપીલ કરવા માટે જઈ રહ્યાં છીએ.

(3:46 pm IST)