Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ઇન્કમટેક્ષ કેસમાં રાહૂલને ફટકોઃ હાઇકોર્ટથી ન મળી રાહતઃ ૧૪મીએ વધુ સુનાવણી

નવી દિલ્હી : ઇન્કમ ટેક્ષ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને દિલ્હી હાઇકોર્ટ તરફથી કોઇ રાહત નથી મળીઃ રાહુલે દિલ્હી હાઇકોર્ટમાં આયકર વિભાગના એ આદેશને પડકાર્યો હતો જેમાં નેશનલ હેરાલ્ડ અને યંગ ઇન્ડીયાના ટેક્ષ મુલ્યાંકનની ફરી તપાસનું જણાવાયું હતું. સુનાવણી દરમ્યાન આયકર વિભાગ તરફથી રજૂ થયેલા એએસજી તુષાર મહેતાએ કહ્યું હતું કે આયકર વિભાગે જયારે રાહુલને પુછયું છે શું તેઓ આ કંપનીના ડાયરેકટર છે તો રાહુલે ના પાડી હતી તેથી આ કંપનીઓ અંગે તપાસની જરૂર છે. કારણે ટેક્ષ ચોરીની આશંકા છેઃ રાહુલના વકિલે કહયું હતું કે કોઇ આવક જ નથી થઇ તો ટેક્ષ કઇ રીતે થાય ? રાહુલ ના વકીલે માંગણી કરી હતી કે આવતી સુનાવણી સુધી આયકર વિભાગ રાહુલ વિરૂધ્ધ કોઇ કાર્યવાહી ન કરે પણ કોર્ટે કહયું કે જયાં સુધી મામલાની સુનાવણી પુરી ન થાય ત્યાં સુધી અમે ન તો આયકર વિભાગને નોટીસ આપી શકીએ કે ન તો વિભાગના આદેશ પર સ્ટે આપી રાહુલને પ્રોટેકશન આપી શકીએઃ વધુ સુનાવણી ૧૪ ઓગસ્ટે થશે.

(3:35 pm IST)