Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

પાંચ વર્ષમાં ડબલ,સાત વર્ષમાં ત્રણ ગણા,અને દશ વર્ષમાં ચાર ગણા નાણાં પરત મેળવો : મુંબઈના 12 ધોરણ પાસ યુવાને પાંચ વર્ષમાં 3 લાખ લોકોને 500 કરોડનો ચૂનો લગાવ્યો

મુંબઈ : પાંચ વર્ષમાં ડબલ,સાત વર્ષમાં ત્રણ ગણા,અને દશ વર્ષમાં ચાર ગણા નાણાં પરત  મેળવવાની લાલચ આપી  મુંબઈના 12 ધોરણ પાસ યુવાને પાંચ વર્ષમાં 3 લાખ લોકોને 500 કરોડનો ચૂનો લગાવ્યાની ઘટના બહાર આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગણેશ હજારે નામક 12 ધોરણ પાસ યુવાને પોન્ઝી સ્કીમ ચાલુ કરી હતી જેમાં બહુ ઝડપથી રકમ ડબલ અને ચાર ગણી કરી દેવાની લાલચ આપી પાંચ વર્ષમાં 500 કરોડ રૂપિયા લોકો પાસેથી ભેગા કરી લઇ બુચ મારી દીધું હતું.પોલીસ તંત્રને આ યુવાનની ધરપકડ કરવામાં સફળતા મળી છે.તેની સાથે સંડોવાયેલા  મનાતા  અન્ય શખ્સોની પણ ધરપકડ કરવાની સાથે તેના 30 જેટલા બેન્ક એકાઉન્ટ સીલ કરી દેવાયા છે.વધુ તપાસ ચાલુ છે. તેવું   સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

 

 

(12:40 pm IST)