Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

હવે રિઝર્વ બેન્કના યુનિયને ધોકો પછાડ્યો : પેન્શન અપડેશન મામલે 2 દિવસની સામુહિક રજા ઉપર જશે : દેશના તમામ કેન્દ્રો ઉપર દેખાવો કરશે

મુંબઈ : પેન્શન અપડેશન મામલે થઇ રહેલા સતત વિલંબના કારણે ખફા થયેલા રિઝર્વ બેન્કના ઓફિસર્સ એન્ડ એમ્પ્લોયી (યુએફઆરબીઓઇ)નું સંયુક્ત ફોરમ પાંચમી અને છઠ્ઠી ડિસેમ્બરે રાષ્ટ્રવ્યાપી સામૂહિક કેઝ્યુઅલ લીવ (સીએલ) મૂકશે.

યુનિયનોએ નક્કી કર્યું છે કે તેઓ ૨૦મી ઓગસ્ટે રિઝર્વ બેન્કનાં બધાં કેન્દ્રો સમક્ષ દેખાવ કરશે. યુનાઇટેડ ફોરમે રિઝર્વ બેન્કના બધા જ પ્રકારના સ્ટાફ અને નિવૃત્ત લોકોને આ બે દિવસની સામૂહિક કેઝ્યુઅલ લીવમાં ભાગ લેવા અપીલ કરી હતી, જેથી આ મુદ્દાનો ઉકેલ આવે, નહીં તો સરકાર આપણા ધીરજની પરીક્ષા લેતી રહેશે, એમ યુનિયને તેના નિવેદને જણાવ્યું હતું. યુનિયનોએ પેન્શનના ઉકેલના વિલંબ માટે રિઝર્વ બેન્કના મેનેજમેન્ટ પર આરોપ મૂક્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:12 pm IST)