Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

UPA વખતનાં ૧૪૫૦૦ કરોડનાં વિમાન સોદામાં ગોલમાલ

કેગનો ધડાકોઃ નેવી માટે ખરીદાયેલા બોઈંગના મામલે ઉઠાવ્યા સવાલોઃ વિમાન સોદો નૌકાદળની જરૂરીયાત પુરી નથી કરતોઃ ખરીદી-જાળવણીના કોન્ટ્રાકટને લઈને ટીકાઃ સંસદમાં રજુ કર્યો રીપોર્ટ

નવી દિલ્હી, તા. ૮ :. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર પર હવે ફરીથી ક્રેગે સવાલ ઉઠાવ્યો છે. જણાવી દઈએ કે યુપીએની સરકાર પર ક્રેગના રિપોર્ટોના આધારે કેટલાય કૌભાંડના આરોપો મુકાયા હતા. ૨૦૦૯માં આઠ પી-૮૧ વિમાન માટે સોદો થયો હતો. પહેલુ વિમાન ૨૦૧૩માં ભારતમાં આવ્યું હતું. ક્રેગે આ વિમાન માટે બોમ્બ ખરીદવામાં લાગેલી વાર માટે પણ ટીકા કરી છે.

૨.૧ અબજ ડોલર (૧૪૫૦૦ કરોડ રૂપિયા)નો રક્ષા સોદો નિયંત્રક અને મહાલેખા પરીક્ષકે (ક્રેગ) યુપીએ સરકાર દરમિયાન નૌસેના માટે બોઈંગને અપાયેલા ૧૪૫૦૦ કરોડના વિમાન ઓર્ડર પર સવાલો ઉઠાવ્યા છે. ક્રેગે કહ્યું કે પી-૮૧ વિમાન ખરીદવામાં હરીફ ટેન્ડરર સ્પેનની ઈડીએસ સીએએસએ ને બદલે અમેરિકન કંપનીની તરફેણ કરાઈ હતી.

સંસદમાં રજુ થયેલ રિપોર્ટમાં ક્રેગે કહ્યું કે રક્ષા મંત્રાલયે ૨૦ વર્ષ સુધી મેઈન્ટેનન્સને લઈને સ્પેનની એરો સ્પેસ કંપનીની ટેન્ડર કિંમત વધારી હતી. બોઈંગના ટેન્ડરમાં આ પ્રકારનું પ્રાવધાન છે એમ માનીને આમ કરવામાં આવ્યુ હતું. પછીથી બોઈંગે વિમાનોના મેઈન્ટેનન્સ માટે અલગથી વાતચીત કરી હતી. જેના પર ભાવતાલ થવાની ગુંજાઈશ હતી. અમેરિકન કંપની સૌથી ઓછી બોલી લગાવનાર હતી એવા પ્રકારના નિષ્કર્ષને ક્રેગે ખોટો જણાવ્યો હતો.

રિપોર્ટ અનુસાર સ્પેરપાર્ટસ અને મેઇનટેનન્સની કિંમતો ઉમેરાતા સ્પેનની કંપનીની બોલીની કિંમત વધારવાથી તે બીજા નંબરે પહોંચી હતી. ત્યાબાદ જાન્યુઆરી ૨૦૦૯ માં બોઇંગ સાથે આ સોદાને અંતિમ રૂપ આપવામાં આવ્યુંહતું આ સોદો ર.૧બજ ડોલર હતો. જેની અત્યારના વિનીમય દરે કિંમત ૧૪૫૦૦ કરોડ રૂપિયા થાય.

રિપોર્ટ પ્રમાણે, સ્પેર પાર્ટસ અને મેઇજટેજઝસના ભાવો માટે બલઇંગ સાથે પાછળથી વાતચીત કરીને ભાવ નક્કી કરાયા અને તેના આધારે બોઇંગને સોૈથી ઓછા ભાવ આપનાર કંપની નક્કી કરવાનું ખોટું છે કેગે એમ પણ કહ્યું કે અમેરીકન વિમાન ભારતીય નૈ સેનાની જરૂરીયાતોને પૂર્ણરૂપે સાકાર નથી કરતું જેનું કારણ વિમાનની અંદર બનાવેલા રડારની સીમા છે.

રિપોર્ટ ણ્રમાણે રક્ષા મંત્રાલયે બોઇંગ માટે ઓફસેટ કોન્ટ્રાકટ હેઠળ બોઇંગ કંપનીએ ભારતમાં ૬૪.૧ કરોડ ડોલર (૩,૨૧૦.૪૩ કરોડ રૂપિયા) નું રોકાણ કરવાની જવાબદારી નક્કી કરાઇ હતી. કેગે કહ્યું કે બોઇંગે હજુ સુધી ઓફ સેટની આ શરતને પુરી નથી કરી. આ રોકાણ તેણે ૨૦૧૬ સુધીમાં પુરૂ કરવાનું હતું

બોઇંગે ભારતમાંથી કેબલ ખરીદીનો ઓર્ડર આપીને ઓફસેટની શરત પુરી કરવાનો લાભ લીધો હતો જયારે તેના લીધે ઓફસેટનો મુ/ ઉદેશ પુરો નહોતો થયો.(૨-૨)

(11:50 am IST)