Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

સેનાને મળ્યા ખરાબ ગુણવત્તાના પેરાશૂટ : ફરિયાદ છતાં સુધારો નહિ

કેગના રિપોર્ટમાં ખુલાસો : મામલો સંસદમાં પહોંચ્યો

નવી દિલ્હી તા. ૮ : ઙ્ગકેગે દેશમાં બની રહેલા રક્ષા ઉપકરણોની ગુણવત્તા ઙ્ગપર સવાલ ઉભા કર્યા છે.કાનપુરમાં આવેલ ઓપીએફએ ઇંધણ ભરવા,રડાર અને આયુધ રખરખાવ ઉપકરણોની ખામીઓ દર્શાવી છે.ખરાબ ગુણવત્તાના પેરાશુટોના કારણે સેનાઓની તૈયારીઓ પ્રભાવિત થઇ છે.

ઙ્ગકેગે સંસદમાં રજૂ કરેલા રિપોર્ટમાંકહેવામાં આવ્યું છે કે અનેક પ્રકારના પેરાશૂટની જરૂરત સેનાને હોય છે. કેટલાક પેરાશૂટ દેશમાં બને છે પરંતુ જે દેશમાં નથી બનતા. તેને વિદેશમાંથખી ખરીદવામાં આવે છે.

દેશમાં પેરાશૂટ બનાવાની જવાબદારી ઓપીએફ કાનપુર પાસે છે.પરંતુ ફેકટરી દ્વારા બનાવેલા પેરાશુટોની ઙ્ગગુણવતામાં અનેક ખામીઓ જોવા મળી.સેના તરફથી ચિંતા વ્યકત કરવામાં આવી કે આ પેરાશુટથી માનવીઓને ઉતારવું ખતરનાક સાબિત થઇ શકે છે.

ઙ્ગસીએજીએ રિપોર્ટમાં કહ્યું છે કે ૨૦૧૪ થી ૨૦૧૭ વચ્ચે ઓપીએફ દ્વારા બનાવેલા ૭૩૦ પેરાશુટની ગુણવતા ખરાબ જોવા મળી.તેની કિંમત અંદાજે ૧૧ કરોડ રૂપિયા વચ્ચે હતી.તેના લીધે તેને ઉપયોગ માટે યોગ્ય માનવામાં આવ્યા નહી.

જેમકે બીપીએસયુ-૩૦ પેરાશૂટમાં બન્ને કેનોપી પર વહીપિંગની સમસ્યા જોવા મળી.તેમજ પીપી ચેસ્ટ ટાઈપ પેરાશૂટના સહાયક પેરાશૂટમાં કાણું જોવા મળ્યુ.પીપી મિરાજ ૨૦૦૦ પેરાશુટમાં હાર્નેસ અસેમ્બલીનો લેપ સ્ટ્રેપ સમાયોજન માટે ખુબજ કડક હતો.નાનું કદ,નાની લંબાઈ વગેરેથી અસુવિધા થઈ રહી હતી.ઙ્ગ

કેગે કહ્યું છે કે ઓપીએસ ૨૦૧૨-૧૭ દરમ્યાન ફકત પાંચ મોકા પર જ પેરાશૂટના ઉત્પાદન લક્ષ્યને હાંસલ કરી મેળવી શકી.જયારે ૧૯ મોકા પર મોડું કરવામાં આવ્યુ.બીજા પેરાશુટોમાં ગુણવત્તાની ખામીઓના કારણે ત્રણેય સેનાઓની સંચાલન તૈયારીઓ તથા ઉડાન પ્રતિબદ્ઘતાઓને પ્રભાવિત કર્યા.નિરીક્ષણ દરમયાન પેરાશૂટમાં ઉપયોગ કરેલા કપડામાં પણ ખામીઓ જોવા મળી.અનેક જગ્યાએ કપડામાં ખામી જોવા મળી.(૨૧.૫)

(11:49 am IST)