Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

વિકાસ...દિલ્હી-NCRમાં રહે છે સૌથી વધુ શ્રીમંતો

દેશના ચોથા ભાગના સંપન્ન લોકો માત્ર ૬ મહાનગરોમાં વસે છેઃ દિલ્હી-NCR બાદ મુંબઇ-પૂણેમાં સૌથી વધુ માલદાર : તે પછી ચેન્નાઇ, હૈદ્રાબાદ, કોલકતા, બેંગ્લોરનો વારો યુપીનું શ્રાવસ્તી સૌથી વધુ ગરીબ

નવી દિલ્હી, તા. ૮ : દેશના એક ચતુર્થાસ સંપન્ન લોકો ફરકત છ મહાનગરોમાં વસે છે. તેમાંથી પણ ૧૧ ટકા લોકો ફકત દિલ્હી-એનસીઆરમાં રહે છે. રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વે ર૦૧પ-૧૬ના તારણથી આ ખુલાસો થયો છે.

છ લાખથી વધારે ઘરોના કરાયેલ સર્વે મુજબ દિલ્હી-એનસીઆર પછી મુંબઇ-પુણેમા સૌથી વધારે અમીર લોકો રહે છે. ત્યાર પછી ચેન્નઇ, હૈદરાબાદ, કોલકતા અને બેંગ્લોરનો ક્રમ છે. આ શહેરોમાં દેશની કુલ વસ્તીનો છઠ્ઠો ભાગ રહે છે.

આર્થિક વિકાસની બાબતોમાં પૂર્વ ભારત પશ્ચિમ ભારતથી ઘણું પાછળ છે તેમ પણ આ સર્વે કહે છે ત્યાં સુધી કે અમીર વસ્તીના લીસ્ટમાં શામેલ કલકતામાં બીજા પાંચ શહેરો કરતા વધારે ગરીબ લોકો રહે છે. અનુસુચિત જનજાતિના ફકત નવ ટકા લોકો સંપન્ન છે.

સંપન્નતાના માપદંડ

સર્વે અનુસાર, પાકુ મકાન, વિજ કનેકશન, ફોન, ટેલીવિઝન, એસી, કુલર, ફ્રીજ, વોશિંગ મશીન અને વાહન આ બધામાંથી જેની પાસે ઓછામાં ઓછી છ વસ્તુઓ હોય તેને સંપનન ગણવામાં આવ્યા છે. જયારે કોઇ એકજ વસ્તુ હોય તેને ગરીબ ગણવામાં આવ્યા છે.

જાતિય વિભાજન

* બિન અનામત વર્ગના પ૦ ટકા લોકો સંપન્ન

*  કેવળ ૪ ટકા લોકો ગરીબ (બિન અનામત વર્ગ)

* રપ ટકા મુસ્લિમો અને ઓબીસી પણ સંપન્ન

યુપીનું શ્રાવસ્તી સૌથી ગરીબ

દેશના ૬૪૦ જીલ્લાઓમાં યુપીનું શ્રાવસ્તી સૌથી ગરીબ... શ્રાવસ્તીની ૬૧ ટકા વસ્તી ગરીબ છે. જયારે જાલંધરની ૮૮ ટકા વસ્તી સંપન્ન હોવાથી તે દેશનો સૌથી અમીર જીલ્લો.(૮.૪) 

(11:48 am IST)