Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

આવી રહ્યું છે Jio GigaFiber, ૧૫ ઓગસ્ટથી બુકિંગ શરૂ, કઇ રીતે થશે રજિસ્ટ્રેશન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની ૪૧મી એજીએમમાં મહત્વની જાહેરાત કરી હતી

નવીદિલ્હી, તા.૮:  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કંપનીએ ૪૧મીએજીએમમાં કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. આ જાહેરાતોમાં જિયો ફોન-૨ સિવાય જિયો GigaFiber બ્રોડબેન્ડ સેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. હવે આના માટે રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે. જિયો GigaFiber માટે ૧૫ ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે અને આના મારફતે કંપની બ્રોડબેન્ડના માર્કેટમાં એન્ટ્રી લેવાની છે. ખાસ વાત તો એ છે કે જિયો GigaFiber સાથે DTH કનેકશન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમાં યુઝર્સને સ્માર્ટ હોમની સુવિધા મળશે. રજિસ્ટ્રેશન શરૂ કરતા પહેલાં એકવાર ચોક્કસ જાણી લેવું જોઈએ કે તમને આમાં શું મળે છે અને કઈ રીતે એને બુક કરાવી શકાય.

રિલાયન્સ જિયો GigaFiber નીખાસ વાત  છે કેએમાં યુઝર્સને રાઉટર સાથે સેટ ટોપ બોકસ પણ મળશે. આ સેટ ટોપ બોકસથી યુઝર્સ જિયો GigaTV નોપણ લાભ લઈ શકશે. GigaFiber સેટ ટોપ બોકસ મારફતે સ્માર્ટ ટીવીથી આખા દેશમાં HD વીડિયો કોલ્સ પણ કરી શકાશે. આ સેવાની શરૂઆત દેશના ૧૧૦૦ શહેરોમાં એકસાથે થશે.

વ્યકિત માય જિયો એપ કે પછી જિયોની ઓફિશિયલ વેબસાઇટથી જિયો GigaFiber નેબુક કરાવી શકે છે. ૧૫ ઓગસ્ટથી આ માટે રજિસ્ટ્રેશન શરૂ થશે.  જે શહેરમાંથી સૌથી વધારે યુઝર્સ રજિસ્ટર્ડ થશે ત્યાંથી GigaFiberની શરૂઆત કરવામાં આવશે. સર્વિસ એકિટવેટ થશે એ  પછી જિયો સર્વિસ એન્જિનિયર દ્યરે આવીને કનેકશન ઇન્સ્ટોલ કરશે.

જિયો GigaFiberના પ્લાનની વાત કરીએ તો આમાં શરૂઆતના પ્લાન ૫૦૦ રૂ.થી માંડીને વધારેમાં વધારે ૧૫૦૦ રૂ.નો પ્લાન હશે.

કિંમત    વૈદ્યતા    ડેટા યુસેજ    સ્પીડ ૫૦૦    ૩૦ દિવસ    ૩૦૦GB    ૫૦ Mbps ૭૫૦    ૩૦ દિવસ    ૪૫૦GB    ૫૦ Mbps ૯૯૯    ૩૦ દિવસ    ૬૦૦GB    ૧૦૦ Mbps ૧૨૯૯    ૩૦ દિવસ    ૭૫૦GB   ૧૦૦ Mbps ૧૫૦૦    ૩૦ દિવસ    ૯૦૦GB    ૧૫૦ Mbps

જિયો Jio GigaTV‚માં સેટ ટોપ બોકસમાં હાઇ સ્પિડ બ્રોડબેન્ડ સર્વિસ આપવામાં આવશે. રિલાયન્સ જિયોએ ટેલિકોમ સેકટરમાં પગ મુકતા જ ડેટા અને કોલ્સના દરમાં પડકાર ઉભો કર્યો હતો. આવી જ રીતે હવે બ્રોડબેન્ડ સેવામાં પણ પ્રાઇસ વોર શરૂ થવાની છે. જિયોની બ્રોડબેન્ડ સર્વિસને કારણે સૌથી વધુ નુકસાન એરટેલને થાય એવી શકયતા છે. આ પ્રાઇસ વોરનો યુઝર્સને પુરેપુરો ફાયદો થશે.(૨૨.૭)

(11:50 am IST)