Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

શા માટે કરૂણાનીધિ સવારે એક અને રાત્રે બીજી પત્ની સાથ રહેતા હતા?

 ચેન્નાઇ, તા.૮: મહાભારતમાં ભીષ્મ પિતામહએ ભલે લગ્ન ન કર્યા હોય પરંતુ તમિલનાડુ અને દક્ષિણ ભારતની રાજનીતિના પિતામહએ એક નહીં પરંતુ ત્રણ ત્રણ લગ્ન કર્યા હતા. પહેલી પત્નીના અવસાન પછી તેમને બીજી મહિલા સાથે પ્રેમ થયો હતો અને તેની સાથે લગ્ન કર્યા હતા. એટલું જ નહીં તેમને એક સાથે બે મહિલાઓ સાથે સંબંધ રાખ્યો અને જેના કારણે વિરોધીઓ દ્વારા તેમની ઘણી ટીકા પણ કરવામાં આવતી રહેતી હતી. એટલું જ નહીં તમિલનાડુના મુખ્ય વિરોધી સ્વ. જયલલિતા આ માટે તેનો ટાણો પણ મારતાં રહેતાં હતા.

તમિલ ફિલ્મોની માફક કરૂણાનિધિની લવ સ્ટોરી પણ હંમેશા ચર્ચામાં રહી છે. જે પણ દ્યણી રસપ્રદ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેઓ સવારે એક પત્ની સાથે રહેતા અને રાત્રે બીજી પત્ની સાથે રહેતા હતા. તેમને માત્ર પોતાના વિશાળ પરિવાર અને રાજકારણ માટે જ સમય કાઢવાનો ન હતો પરંતુ બંને પત્નીઓને પણ પૂરતો સમય આપવાનો રહેતો હતો. કરૂણાનિધિ પોતાના જીવનમાં તમામ સમયે આ મુશ્કેલીઓને લઈને ચાલતાં હતા.

તેમની પ્રેમ કથા પણ રસપ્રદ છે. પહેલી પત્ની પદ્માવતીનું ૧૯૪૪માં અવસાન પછી દયાલુઅમ્મલ સાથે તેમને લગ્ન કર્યા હતા. જે પછી ૬૦થી દાયકામાં રજતિઅમ્મલ નામક મહિલા સાથે પ્રેમ થયો હતો અને તેમના પર દિલ હારી ગયા હતા. તેમને પોતાની જ પાર્ટીની તરફથી ચલાવવામાં આવેલા ઝુંબેશમાં સ્વંય મર્યાદા કલ્યાણમ હેઠળ લગ્ન કર્યા હતા. જો કે કાયદાકીય અવદતમાં ફસાવવાના કારણે તેમને બીજી પત્ની રજતિઅમ્મલને મિત્રનો જ દરજ્જો આપ્યો હતો. જો કે ૧૯૬૮માં કનિમોઝીના જન્મ પછી રજતિમલને પોતાની પુત્રીની માતાનો દરજ્જો આપ્યો હતો.(૨૨.૯)

(11:33 am IST)