Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

હવે યુપીના હરદોઈના સુધારગૃહમાંથી 19 મહિલાઓ લાપતા ! :ઓચિંતું ચેકીંગ કરતા ભાંડો ફૂટ્યો

તપાસ થાય ત્યારે હાજર કરી દેવાતી :સંચાલિકાએ કહ્યું કે મહિલાઓ મંદિરે અને હોસ્પિટલે ગયા છે :રજીસ્ટરમાં 21ના નામ -હાજર માત્ર બે મહિલા !!

લખનૌ :દેશભરમાં બિહારના મુઝફ્ફરપુર અને ઉત્તરપ્રદેશના દેવરિયાના મહિલા સંરક્ષણ ગૃહમાં રહેતી અનાથ છોકરીઓ પર બળાત્કારની ઘટનાઓ સામે આવી છે અને સુપ્રીમ કોર્ટે આ

મુદ્દે આકરી ટીકા કરી છે ત્યારે વધુ એક આવી જઘન્ય ઘટના સામે આવી છે.

  ઉત્તરપ્રદેશના હરદોઈમાં મહિલા સુધાર ગૃહમાંથી ૧૯ મહિલાઓ લાપતા થઈ હોવાની સનસનીખેજ માહિતી જિલ્લા વિકાસ અધિકારીની તપાસમાં બહાર આવી છે.

  અધિકારી પુલકિત ખરે દ્વારા રાજ્ય સરકારની સૂચનાથી બેનીગંજ સ્થિત સુધાર ગૃહની ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી તે દરમિયાન રજિસ્ટરમાં ૨૧ મહિલાઓનાં નામ નામ હતા પરંતુ આશ્રમ ગૃહમાં માત્ર બે જ મહિલાઓ હાજર હતી

  અધિકારીએ આ અંગે શંકા જતા તપાસ કરવામાં આવી હતી જેમાં 19 મહિલાઓ લાપતા હોવાનું બહાર આવ્યું છે જયારે પણ ચેકીંગ થાય ત્યારે મહિલાઓની હાજર કરી દેવાતી હતી આ કૌભાંડ સરકારી ફંડ લેવા માટે કરાતું હોવાનું કહેવાય છે

  સુધારગૃહના સંચાલિકાએ જિલ્લા અધિકારીને એવું કહ્યું કે આ મહિલાઓ મંદિર અને હોસ્પિટલ ગઈ છે

 

(11:08 am IST)