Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

૯૬ વર્ષે પાસ કરી પહેલી પરીક્ષા

અમ્માનો જુસ્સો જોઈ કરશો સલામઃ ચોથા ધોરણ માટે આપી પરીક્ષા

કેરળ, તા.૮:  દેશમાં કેરળ એકમાત્ર પૂર્ણ સાક્ષરતાં ધરાવતું રાજય છે. જોકે, તેમ છતાં પણ ત્યાં અલગ અલગ પ્રકારે જનસાક્ષરતાના અભિયાન ચાલું છે. જેથી ઉણપ પૂરી કરી શકાય. નવા અભિયાન હેઠળ કેરળ સરકારે ૧૦૦ ટકા સાક્ષરતા દર મેળવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જે હેઠળ સમાજના દરેક વર્ગ, દરેક વ્યકિતને સાક્ષર બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આવી જ એક સાક્ષરતા મિશન યોજના હેઠળ ૯૬ વર્ષના એક વૃદ્ઘ મહિલાની શિક્ષણ પ્રત્યે અદમ્ય ઈચ્છા જોવા મળી હતી.ઁ કેરળના અલપુઝઝામાં ૯૬ વર્ષના કાત્યાર્યિની અમ્માએ પણ સાક્ષરતા મિશનવાળી યોજના શ્નઅક્ષરલક્ષમલૃહેઠળ આયોજીત ચોથા ધોરણ માટે પરીક્ષા આપી હતી. જોકે, અમ્મા એ વાતથી ખુશ નહોતા કે તેમણે જેટલો અભ્યાસ કર્યો તેટલા પ્રશ્ન પેપરમાં પૂછાયાં નહોતાં. અમ્માના ટીચરે જણાવ્યું કે,' કાત્યાર્યિની અમ્માએ ૯૬ વર્ષની ઉંમરમાં પોતાના જીવનની પહેલી પરીક્ષા આપી અને ઈંગ્લિશ રીડિંગ ટેસ્ટમાં ફુલ માકર્સ પણ મેળવ્યાં.'

ટીચરે જણાવ્યું કે પરીક્ષામાં કુલ ૪૫ વિદ્યાર્થીઓ હતાં અને હોલમાં બેઠેલી તે સૌથી વૃદ્ઘ મહિલા હતી. આ પરીક્ષા ત્રણ તબક્કામાં આયોજીત કરવામાં આવી હતી. પહેલી ૩૦ માકર્સની રીડિંગ ટેસ્ટ, બીજી ૪૦ માકર્સની મલયાલમ લેખન અને ૩૦ માકર્સ ગણિતનાં. જેમાં અમ્માએ રીડિંગ ટેસ્ટમાં ૩૦માંથી ૩૦ માકર્સ મેળવ્યાં હતાં.(૨૨.૨)

(10:32 am IST)