Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

એમ. કરુણાનિધિના સમર્થકો થયા બેકાબૂ, પોલીસે કર્યો લાઠીચાર્જ

શ્રધ્ધાજંલિ માટે મેદનીઃ રાતથી જ કતાર

ચેન્નાઈ, તા.૮ : તામિલનાડુના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા અને 'કલાઈનાર'નામથી ઓળખાતા જાણીતા ડીએમકેના અધ્યક્ષ મુથુવેલ કરુણાનિધિના પ્રશંસકોને કાબૂમાં રાખવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. કરુણાનિધિના પાર્થિવ શરીરને એમ્બ્યુલન્સમાં મંગળવારે મોડી રાત્રે તેમની દીકરી કનિમોઝીના ચેન્નાઈ નિવાસ્થાન (સીઆઈટી કોલોની) પર લવાયો હતો. આ દરમિયાન અહીં મોટી સંખ્યામાં તેમના સમર્થકો એકઠા થઈ ગયા હતા અને તેઓ બેકાબૂ બન્યા હતા. આ મૃતદેહ રાજાભુ હોલમાં રખાયો છે જયાં ચીડ ઉમટછ છે.

રિપોર્ટનું માનીએ તો પોલીસે આ લાઠીચાર્જ માત્ર ભીડને એમ્બ્યુલન્સથી દૂર કરવા માટે કર્યો હતો. એએનઆઈએ આ દરમિયાન એક વીડિયો શેર કર્યો હતો, જેમાં પોલીસકર્મી ભીડ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ કરતી દેખાય છે. જોકે, આ લાઠીચાર્જમાં કોઈ વ્યકિતની દ્યાયલ થવાની ખબર સામે નથી આવી.

જણાવી દઈએ કે કરુણાનિધિના હોસ્પિટલમાં દાખલ કરાયા પછી હજારોની સંખ્યામાં લોકો ડીએમકે કાર્યાલય પર પોતાના પ્રિય નેતા માટે પ્રાર્થના કરવા માટે એકઠા થતા હતા. તેમને આશા છે કે તેમના કલાઈનાર મૃત્યુને માત આપીને ફરી લોકોની વચ્ચે આવશે. હાથમાં કરુણાનિધિની તસ્વીર રાખીને લોકો રડી-રડીને અડધા થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, એમ કરુણાનિધિનું મંગળવારે સાંજે કાવેરી હોસ્પિટલમાં ૯૪ વર્ષની ઉંમરે નિધન થયું હતું. કરુણાનિધિ યુરિનરી ટ્રેકર ઈન્ફેકશન અને વૃદ્ઘાવસ્થામાં થનારી ઘણી બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. કરુણાનિધિનું બ્લડ પ્રેશર દ્યટી જવાના કારણે શનિવારે રાત્રે તેમને ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરુઆતમાં સારવાર બાદ તેમનું બ્લડપ્રેશર કંટ્રોલમાં આવ્યું હતું. જોકે, તેમના શરીર પર દવાઓની વધારે અસર નહોતી થઈ રહી.(૨૨.૪)

(10:30 am IST)