Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કરૂણાનીધિએ ભગવાન શ્રી રામના અસ્તિત્વ અંગે સવાલ ઉઠાવ્યા'તા

હિન્દુ સમાજ ભારે નારાજ થઈ ગયો હતોઃ શ્રી રામની જનોઈ પકડી ઠેકડી પણ ઉડાવી હતી

ચેન્નાઈ, તા. ૮ :. ડીએમકેના સુપ્રિમો કરૂણાનીધિએ ભૂતકાળમાં ભગવાન શ્રીરામના અસ્તિત્વને લઈને સવાલ ઉઠાવ્યા હતા જે સામે હિન્દુ સમુદાયના લોકો ભારે નારાજ પણ થયા હતા.

તેમણે કહ્યું હતુ કે, રામ એક કાલ્પનિક ચરિત્ર છે. જેનો ભારે વિરોધ થયો હતો. તામિલનાડુમાં હિંસા પણ થઈ હતી. તેમની પુત્રીના ઘરે તોડફોડ પણ થઈ હતી. તેમની વિરૂદ્ધ ધાર્મિક લાગણી દુભાવી હોવાની ફરિયાદ પણ થઈ હતી. ભાજપના નેતા અડવાણીએ માફીની માંગણી કરી હતી.

જો કે તેમણે કોઈની પરવાહ કરી નહોતી અને પોતાના નિવેદન ઉપર કાયમ રહ્યા હતા. એટલું જ નહિ પણ હિન્દુ સંગઠનોને લલકાર્યા પણ હતા.

તેઓ ધાર્મિક પાખંડ અને નીતિ આધારિત ભેદભાવનો વિરોધ પણ કરતા હતા.(૨-૩)

(10:29 am IST)