Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કરૂણાનિધિના ઇતિહાસને રાજ્ય ક્યારે ભુલશે નહીં

કાળા ચશ્મા કરૂણાનિધિની ઓળખ બની હતી : સૌથી મોટી વયના મુખ્યમંત્રી બન્યા હતા : અનેક પુસ્તકો, નવલકથા, નાટકો અને ફિલ્મ માટે ડાયલોગ લખ્યા હતા

ચેન્નાઈ, તા. ૭ : તમિળનાડુ પૂર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિનું આજે અવસાન થયું હતું. છ દશક સુધી રાજનીતિમાં જોરદારરીતે સક્રિય રહ્યા હતા. બહુમુખી પ્રતિભા હોવાના કારણે તેઓ કલાઈનાર તરીકે લોકપ્રિય થયા હતા. દ્રવિડ આંદોલનથી તેઓ રાજકીયરીતે મજબૂત બન્યા હતા. કરૂણાનિધિ તમિળ ભાષા ઉપર ખુબ સારી પકડ ધરાવતા હતા. અનેક પુસ્તકો, ઉપન્યાસો, નાટકો, તમિળ ફિલ્મો માટે સંવાદ લખ્યા હતા. તમિળ સિનેમાથી રાજનીતિમાં એન્ટ્રી કરનાર કરૂણાનિધિ છ દશક સુધી રાજકીય જીવનમાં એક પણ ચૂંટણી હાર્યા ન હતા. કરૂણાનિધિના સમર્થક તેમને પ્રેમથી કલાઈનાર તરીકે બોલાવતા હતા. કલાઇનાર એટલે કલાના વિદ્વાન હોય છે. તબીબોનું કહેવું છે કે, કરૂણાનિધિ સ્વસ્થ જીવનશૈલી ધરાવતા હતા. સવારે જલ્દી ઉઠી જતા હતા. યોગ કરતા હતા. ખુબ ચાલતા હતા. સામાન્ય ભોજન કરતા હતા. ૨૦૧૬ બાદથી તેમને અનેક વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીઠ અને પગમાં પીડાના કારણે વર્ષ ૨૦૦૯માં સર્જરી પણ કરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૧૬માં શ્વાસની તકલીફ થયા બાદ શ્વાસનળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમની લાઇફસ્ટાઇલને લઇને હંમેશા લોકો બોધપાઠ લેતા હતા. મુથ્થુવલ કરૂણાનિધિ આજે દુનિયાને અલવિદા કહી ગયા હતા પરંતુ પોતાની પાછળ એવા ઇતિહાસને છોડીને ગયા છે જેને તમિળનાડુમાં ક્યારે પણ ભુલી શકાશે નહીં. ૨૦૦૬માં રાજ્યના સૌથી મોટી વયના મુખ્યમંત્રી તરીકે મુખ્યમંત્રી બન્યા હતા. તે વખતે તમામને આ વાત જાણવા મળી હતી કે, કલાઈનારને રાજનીતિથી કોઇ દૂર કરી શકે નહીં. મૃત્યુથી પહેલા એક વર્ષ સુધી કરૂણાનિધિ ખાસ કાળા રંગના ચશ્મા પહેરીને ચાલતા હતા. આ ચશ્માની સાથે કરૂણાનિધિની સફર ૪૬ વર્ષ સુધી ચાલી હતી. એક લેખક, કવિ, રાજનેતા અને દક્ષિણ ભારતીય રાજનીતિના મજબૂત લીડર તરીકે તેઓ હતા.  ૯૪ વર્ષની વયમાં પોતાના આ ચશ્માને અલવિદા કરીને જર્મનીથી આયાત કરવામાં આવેલા ચશ્માને તેમની જગ્યા આપી દેવામાં આવી છે. ૨૦૧૭માં કરૂણાનિધિએ ચશ્મા બદલવાનો નિર્ણય કર્યો ત્યારે ચેન્નાઈના લોકપ્રિય વિજય ઓપ્ટીકલ્સે નવા ફ્રેમ માટે સમગ્ર દેશમાં શોધખોળ હાથ ધરી હતી. ૪૦ દિવસની શોધખોળ બાદ જર્મનીથી નવા ચશ્મા મંગાવવામાં આવ્યા હતા. આ નવા ચશ્માના ફ્રેમ હળવા હતા. કરૂણાનિધિના ૪૬ વર્ષના જુના ચશ્માની જગ્યાએ આ નવા ચશ્મા આવી ગયા હતા. જો કે, નવા ફ્રેમ જુના ચશ્માની સાથે કરૂણાનિધિ રાજકીય લાઇફ વધારે લાંબા સમય સુધી ચાલી  નહતી. કરૂણાનિધિએ ઘણા વિવાદ પણ જગાવ્યા હતા. રામ કોણ હતા, તેમના થવાના સબૂત ક્યા છે. કરૂણાનિધિના આ નિવેદનના કારણે દેશભરમાં નારાજગીનું મોજુ ફરી વળ્યુ ંહતું. ૩૩ વર્ષની વયમાં કરૂણાનિધિ વર્ષ ૧૯૫૭માં પ્રથમ વખત કુલીખલાઈ સીટ પરથી જીતી તમિળનાડુ વિધાનસભામાં પહોંચ્યા હતા. વર્ષ ૧૯૬૯માં અન્નાદુરાઈના અવસાન બાદ પ્રથમ વખત તમિળનાડુના મુખ્યમંત્રી બન્યા હતા.

કરૂણાનિધિ પ્રોફાઇલ...

નામ              :     મુથુવલ કરૂણાનિધિ

જન્મ તારીખ      :     ત્રીજી જૂન ૧૯૨૪

જન્મ સ્થળ        :     થીરુકુવલાઈ, મદ્રાસ

મૃત્યુ તારીખ      :     ૭મી ઓગસ્ટ ૨૦૧૮

મૃત્યુ સ્થળ        :     ચેન્નાઈ તમિળનાડુ

નાગરિકતા        :     ભારતીય

રાજકીય પાર્ટી    :     ડીએમકે

મુખ્ય વિશેષતા   :     ૫૦ વર્ષ સુધી ડીએમકે પ્રમુખ

નિવાસસ્થાન      :     ગોપાલપુરમ, ચેન્નાઈ

પ્રથમવાર જીત્યા :     કુલથલાઈ સીટ

પ્રથમવાર મુખ્યમંત્રી   : ૧૯૬૯માં

(12:00 am IST)