Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ભાજપ રાજમાં મહિલા પર અત્યાચાર વધ્યા :રાહુલ ગાંધી

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે ભાજપ અને આરએસએસની વિચારધારા મહિલા વિરોધી છે. આરએસએસના સંમેલનોમાં મહિલાઓને જગ્યા આપવામાં આવતી નથી. તેમણે કહ્યુ કે ભાજપની સરકાર બન્યા બાદ મહિલાઓ પરના અત્યાચાર ખૂબ વધી રહ્યા છે.

   રાહુલે કહ્યુ કે મહિલાઓ સામેના અત્યાચારો મોદી સરકારમાં જેટલા થયા તેટલા તો 70 વર્ષ નહિ ભારતના ઈતિહાસમાં છેલ્લા 3 હજાર વર્ષોમાં નથી થયા.

(12:00 am IST)