Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન હોમ કોરેન્ટાઈન

કોરોનાની ઝપટમાં વધુ રાજકારણીઓ :

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સેલ્ફ કોરેન્ટાઈન થઈ ગયા છે. તેમના આવાસ-કાર્યાલયને સીલ કરીને સેનિટાઈઝ કરવામાં આવ્યાં છે. શ્રમ મંત્રી સત્યાનંદ ભોક્તા પણ હોમ ક્વારન્ટાઈ થઈ ગયા છે. મુખ્યમંત્રીની સાથે તેમના પ્રધાન સચિવ રાજીવ અરુણ એક્કા, શિક્ષા સચિવ રાહુલ શર્મા, પ્રેસ સલાહકાર અભિષેક પ્રસાદ, ખાનગી સચિલ સુનિલ શ્રીવાસ્તવ, એડીજી આરકે મલિક, ધારાસભ્યા નવીન જાયસવાલ, ઝારખંડ મુક્તિ મોર્ચાના મનોજ પાંડે વહેલી તકે કોરોનોનો ટેસ્ટ કરાવશે.

                 મુખ્યમંત્રીની સાથે સરકાર અને પોલીસના કેટલાક અધિકારીઓે ત્રણ જુલાઈના રોજ પેયજળ અને સ્વચ્છતા મંત્રી મિથિલેશ ઠાકુરના રાંચી સ્થિત આવાસના ગૃહ પ્રવેશ કાર્યક્રમમાં સામેલ થયા હતા. મંત્રી મિથિલેશનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ધારાસભ્ય મથુરા મહતો પણ પ્રોજેક્ટ ભવનમાં મુખ્યમંત્રી સાથે મળ્યા હતા. ધારાસભ્ય મહતોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, તેઓ આઈસીએમઆરના દિશા-નિર્દેશોનું પાલન કરીને હોમ ક્વોરન્ટાઈન થઈ ગયા છે. કેમકે તેમણે હાલમાં જ મંત્રી મિથિલેશ ઠાકુર અને ધારાસભ્ય મથુરા મહતોની સાથે મુલાકાત કરી હતી જેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

(7:37 pm IST)