Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ગાંધી પરિવારના ત્રણ ટ્રસ્ટની ફંડિંગની તપાસ માટે ગૃહમંત્રાલયે કમિટિ બનાવી

કમિટિ ફાઉન્ડેશનની ફંડિગ અને તેમાં ન યમોના ભંગની તપાસ કરશે : રાજીવ ગાંધી ફાઉન્ડેશન, ચેરિટેબલ ટ્રસ્ટ, ઈન્દિરા ગાંધી મેમોરિયલની તપાસ થશે : આ કમિટિનું નેતૃત્વ કરનારા સિમાંચલ દાસ સીધી દોરવણી આપશે

નવી દિલ્હી, તા. ૮ : કોંગ્રેસના ત્રણ ટ્રસ્ટોમાં ફંડિંગની તપાસ કરવા માટે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. એક સરકારી યાદીમાં કહેવાયું છે કે ગૃહ મંત્રાલય તરફથી એક કમિટિ બનાવવામાં આવશે, કે જે આ ફાઉન્ડેશનની ફંડિંગ, તેના દ્વારા કરવામાં આવેલા નિયમોના ભંગની પણ તપાસ કરવામાં આવશે. આ કમિટિની આગેવાની સિમાંચલ દાસ સીધી દોરવણી આપશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાની તરફથી બુધવારના રોજ કરવામાં આવેલા ટ્વીટમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક ઈન્ટર મિનિસ્ટ્રીની રચના કરી છે. કે જે રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસ કરશે.

               તપાસમાં PMLA એક્ટ, ઈન્કમ ટેક્સ એક્ટ, એફસીઆરએ એક્ટના નિયમોના ભંગ અંગે પણ તપાસ કરવામાં આવશે. કમિટીની આગેવાની ઈડીના સ્પેશિયલ ડાયરેક્ટર કરશે. પ્રાપ્ય માહિતી અનુસાર, ટ્રસ્ટ સાથે સંકળાયેલ ફંડિંગની તપાસ ત્રણ અલગ-અલગ એજન્સીઓ કરશે. તેમાં સીબીઆઈની ટીમ હ્લઝ્રઇછ એક્ટ અંતર્ગત મામલાની તપાસ કરશે, આ ઉપરાંત ઈડ્ઢની ટીમ ઁસ્ન્છ કાયદા ભંગની તેમજ ઈક્નમ ટેક્સ વિભાગ ટેક્સ સંબંધિત મામલાની તપાસ કરશે. નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષજેપી નડ્ડા તરફથી કોંગ્રેસ પાર્ટી પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન તરફથી ફંડિંગ મળતું હતું. આ ઉપરાંત દેશના વિકાસ માટે જે વડાપ્રધાન રાહત ફંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેમાંથી પણ યૂપીએ સરકારે રાજીવગાંધી ફાઉન્ડેશનમાં ફેરવી દીધા હતા.

(7:34 pm IST)