Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ઇડીએ ભાગેડૂ નીરવ મોદીના મુંબઈના ચાર ફ્લેટ,અલીબાગમાં ફાર્મ હાઉસ, લંડન અને દુબઈના ફ્લેટ સહીત 330 કરોડની સંપત્તિ જપ્ત

જૂનમાં મુંબઇ અદાલતે 1396 કરોડની સંપત્તિ જપ્ત કરવાના આદેશ આપ્યા હતા

નવી દિલ્હી: ઇડીએ ભાગેડૂ નીરવ મોદીની અન્ય 329.66 કરોડ રુપિયાની કિંમતની સંપત્તિ જપ્ત કરી લીધી છે. બેન્ક સાથે કૌભાંડ કરી વિદેશ ભાગી જનાર નીરવ મોદીના મુંબઇમાં ચાર ફ્લેટ, અલીબાગમાં ફાર્મ હાઉસ, લંડન અને દુબઇમાં ફ્લેટ અને રાજસ્થાનના જેસલમેરમાં વિંડમિલ જપ્ત કરાઈ છે જૂનમાં મુંબઇ અદાલતે 1396 કરોડની સંપત્તિ જપ્ત કરવાના આદેશ આપ્યા હતા.

આ સંપત્તિઓ Fugitive Economic Offenders Act, 2018 હેઠળ જપ્ત કરી લેવામાં આવી છે. જપ્ત કરેલી સંપત્તિઓમાં વર્લી મુંબઇમાં પ્રતિષ્ઠિત ઇમારત સમુદ્ર મહેલ, એક ફાર્મ હાઉસ, અલીબાગમાં જમીન, જેસલમેરમાં વિંડમિલ, લંડન અને યૂએઇમાં ફ્લેટ સામેલ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ઇડીઓ નીરવ મોદીને ભાગેડૂ આર્થિક ગુનેગાર જાહેર કરવા અને તેની સંપત્તિઓ જપ્ત કરવા હેતુસર FEO વિશેષ કોર્ટ સમક્ષ 10 જુલાઇ 2018ના રોજ અરજી કરી હતી.

(6:59 pm IST)