Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

હજયાત્રા માટે નવા દિશા નિર્દેશો જારી : માત્ર એક હજાર લોકોને જ હજયાત્રાની મંજૂરી અપાશે : માસ્ક ફરજીયાત : પવિત્ર જમજમ કૂવાનું પાણી જ પીવાનું રહેશે : જે પ્લાસ્ટિકની પેક બોટલમાં મળશે : સાઉદી અરેબિયા સરકારની જાહેરાત

દુબઇ : સાઉદી અરેબિયા સરકારે હજયાત્રા માટે નવા  દિશા નિર્દેશો જારી કર્યા છે. જે મુજબ માત્ર એક હજાર લોકોને જ હજયાત્રાની મંજૂરી અપાશે તથા તેઓ માટે મોઢા ઉપર માસ્ક પહેરવાનું  ફરજીયાત રહેશે. તમામ યાત્રિકોએ  પવિત્ર જમજમ કૂવાનું પાણી જ પીવાનું રહેશે , જે પ્લાસ્ટિકની પેક બોટલમાં મળશે
ઉપરાંત શેતાનને મારવા માટેની કાંકરીઓ પણ અગાઉથી સૅનેટાઇઝ કરેલી રાખવામાં આવશે.યાત્રિકોએ નમાજ પદ્ધતિ વખતે પાથરવાની ચાદર પોતાની સાથે લાવવાની રહેશે.
આ વર્ષે સાઉદી અરેબિયા સિવાયના દેશોના યાત્રિકોને હજયાત્રાની મંજૂરી નહીં મળે.જે પૈકી સાઉદી અરેબિયામાં વસતા વિદેશીઓની સંખ્યા 70 ટકા રહેશે અને સ્થાનિક નાગરિકોની સંખ્યા 30 ટકા રહેશે 

 

(6:49 pm IST)