Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

અમેરિકન નાગરિક જોની પોલ પિયર્સનો અદભુત ભારત પ્રેમ : હવે દેશમાં જીવન પસાર કરવા હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા

પાંચ મહિના રોકાયા અને હવે જીવનભર રહેવા માગે છે: ફેબ્રુઆરીમાં આવેલા પિયર્સનો વિઝા 26 ઓગસ્ટે પુરા થશે

તિરૂવનંતપુરમ: દેશભરમાં લાગૂ ટ્રાવેલ પ્રતિબંધના કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિક પોતાના ઘરે જવા માટે ઉત્સુક છે. જ્યારે કેરળમાં પાંચ મહિનાથી વધુ સમય પસાર કરી ચુકેલા 74 વર્ષના અમેરિકન નાગરિક જોની પોલ પિયર્સ માટે આ સમયગાળો સુખદ રહ્યો છે. તેમણે ભારત અને કેરળથી ખૂબ જ પ્રેમ થઈ જતા હવે પોતાના બાકી વધેલા જીવન ભારતમાં વિતાવવા માંગે છે. પિયર્સે તેના વિઝાને બિઝનેસ વિઝામાં પરિવર્તિત કરવાની માંગ કરતા કેરળ હાઈકોર્ટનો દ્વાર ખટખટાવ્યા છે.

ધ ન્યૂ ઇન્ડિયા એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ પિયર્સ જણાવે છે કેમારી ઇચ્છા વ્યવહારુ વ્યવસાયિક મોડેલ બતાવવાની અને પાંચ વર્ષનો બિઝનેસ વિઝા પ્રાપ્ત કરવાની છે. અહીંનો રહેવાસી બનવાનો સૌથી સરળ માર્ગ ભારતીય સાથે લગ્ન કરવાનો છે, પરંતુ હું 74 વર્ષનો છું અને સંભવત: તે વિકલ્પ હવે મારી પાસે નથી.

પિયર્સ વિદેશીઓ માટે એક કેન્દ્ર સ્થાપવાની અને કેરળમાં પર્યટનની સંભાવનાઓ શોધવાની યોજના બનાવી રહ્યા છે.તેમણે વધુમાં જણાવ્યુ કે હું અમેરિકાના એવા લોકોની ભરતી કરીશ જે લાંબા સમય સુધી અહીં રહેવાનો જોખમ ઊઠાવીશકે. અમેરિકામાં સામાન્ય રીતે સેવાનિવૃત્ત લોકો પર કોરોના સંક્રમણનો ખતરો વધુ મંડરાયેલો છે. કેરળમાં હું સંપૂર્ણ રીતે સુરક્ષિત છું. અહીં માત્ર 25 લોકોના મોત થયા છે.

પિયર્સ 26 ફેબ્રુઆરીના રોજ ટૂરિસ્ટ વીઝા પર ભારત આવ્યા હતા. તેઓ હાલ અર્નાકુલમના કંદનાડુમાં સમય પસાર કરી રહ્યા છે. એક પ્રવાસી તરીકે પિયર્સ પાંચમી વખતે ભારત પ્રવાસે આવ્યા છે. ભારત સરકારની ગાઈડલાઈન મુજબ વિદેશીઓ ટૂરિસ્ટ વિઝા પર સળંગ 180 દિવસ સુધી દેશમાં રહી શકે છે. આવામાં પિયર્સનો વિઝા 24 ઓગસ્ટે સમાપ્ત થઈ જશે.

(6:46 pm IST)