Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આજથી 6 સપ્તાહનું લોકડાઉન : વિક્ટોરિયા સ્ટેટની બોર્ડર સીલ કરાઈ : સોમ અને મંગળ બે દિવસમાં કોવિદ -19 ના 191 કેસ જોવા મળતા તાત્કાલિક નિર્ણય લેવાયો

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આજ બુધવાર રાત્રિથી  6 સપ્તાહનું લોકડાઉન અમલી બનાવાયું છે. વિક્ટોરિયા સ્ટેટની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. છેલ્લા બે દિવસ એટલેકે  સોમ અને મંગળવારે  કોવિદ -19 ના 191 કેસ જોવા મળતા તાત્કાલિક નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.
 પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કહ્યું કે બુધવાર રાતથી પ્રતિબંધ લાગુ થશે. આપણે સંક્રમણ સામે લડવા માટે સાથ મળીને કોશિશ કરવાની છે. મને આશા છે કે આપણે મુશ્કેલીમાંથી બહાર નિકળીશું અને સમગ્ર દેશને બચાવીશું.

(6:16 pm IST)