Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

પાકિસ્તાનમાં ફાંસીની સજા પામેલા ભારતના કુલભૂષણ જાદવે રીવ્યુ પીટીશન કરવા ઈન્કાર કર્યો : પાકિસ્તાનનો દાવો

પાક.માં ૨૦૧૬ની સાલમાં જાસૂસી અને ત્રાસવાદના આરોપસર પકડાયેલા કુલભૂષણ જાદવે ફાંસીની સજા સામે રીવ્યુ પીટીશન કરવા ઈન્કાર કર્યાનું પાકિસ્તાને આજે જાહેર કર્યુ છે : પાકિસ્તાનની લશ્કરી કોર્ટે એપ્રિલ ૨૦૧૭માં ભારતના કુલભૂષણ જાદવને ફાંસીની સજા કરી હતી : જેની સામે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં રીવ્યુ પીટીશન કરવા માટે કુલભૂષણ જાદવે ઈન્કાર કર્યો છે  : પાકિસ્તાનના એડીશ્નલ એટર્ની જનરલ અહેમદ ઈરફાને કહ્યુ છે કે કાનુની જોગવાઈ મુજબ જાદવ અથવા તેના કાનુની પ્રતિનિધિ અથવા ભારતીય એલચી કચેરીના પ્રતિનિધિ રીવ્યુ પીટીશન આંતર રાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટીસના ચુકાદા મુજબ કરી શકે છે, પરંતુ જાદવે રીવ્યુ પીટીશન નહિં કરવાનું અને તેની દયાની અરજી આગળ વધારવાનુ નક્કી કર્યુ છે

(6:14 pm IST)