Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ગાય ઉપર બળાત્કાર કરવાના સંદર્ભમાં ૫૫ વર્ષના એક શખ્સની ધરપકડ

મધ્ય પ્રદેશના ભોપાલની ઘટનાઃ પોલીસે કલમ ૩૭૭ હેઠળ ગુન્હો નોંધ્યો

ભોપાલ, તા. ૮ :. મધ્યપ્રદેશના ભોપાલમાં ૫૫ વર્ષના એક શખ્સની ગાય ઉપર બળાત્કાર કરવાના સંદર્ભમાં ધરપકડ થઈ છે.

અશોકા ગાર્ડન પોલીસ સ્ટેશનના વડા આલોક શ્રીવાસ્તવે જણાવ્યુ છે કે ઘટના ૪ જુલાઈના રોજની છે અને આરોપી ઉપર આઈપીસીની કલમ ૩૭૭ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યુ હતુ કે ૪ જુલાઈના રોજ ૫૫ વર્ષના સાબીર અલી નામના વ્યકિતએ સુંદરનગરમાં એક ડેરીમાં પ્રવેશ કર્યો હતો. ડેરીના માલિક રામ યાદવે તેણે પકડી લીધો હતો પરંતુ બાદમા તેને જવા દીધો હતો. બીજા દિવસે રામ યાદવે સીસીટીવી ફુટેજની તપાસ કરી તો જોયુ કે અલી એક ગાય સાથે અપ્રાકૃતિક કૃત્ય કરી રહ્યો છે.

તેમણે કહ્યુ હતુ કે યાદવે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે અને સાબીર અલી ઉપર ૩૭૭ હેઠળ ગુન્હો નોંધાયો છે. તેની ધરપકડ થઈ છે.

(3:47 pm IST)