Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

મધ્યપ્રદેશ ભાજપમાં ઉકળતો ચરૂ : ડખ્ખા ચરમસીમાએ : શિવરાજે મોવડીઓને જાણ કરી

ભોપાલ : મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃતવની ભાજપ સરકારે તાજેતરમાં જ કેબિનેટ વિસ્તરણ કર્યું હતું જેને પગલે ભાજપમાં આંતરિક ડખો સપાટી પર આવ્યો છે. ૨૮ નવા મંત્રીઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયા બાદ ખાતાની ફાળવણી ટૂંકમાં કરવામાં આવશે અને તે અગાઉ શિવરાજસિંહ ચૌહાણ તાજેતરમાં જ દિલ્હી દરબારમાંથી પરત ફર્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ શિવરાજ સિંહ ચૌહાણે દિલ્હી મોવડીમંડળ સમક્ષ ભાજપમાં આંતરિક સ્તરે ઉકળતા ચરુની સ્થિતિ હોવાનું જણાવ્યું હતું. નવા ૨૮ મંત્રીઓમાં ડઝન જેટલા મંત્રીઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જયોતિરાદિત્ય સિંધિયા કેમ્પના હતા.કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં જોડાયેલા કેટલાક ચોક્કસ જૂથના લોકોને વધુ પડતુ પ્રાધાન્ય મળતા ભાજપના વરિષ્ઠ નેતાઓમાં નારાજગી વ્યાપી છે. ભાજપના ધારાસભ્ય અજય વિષ્નોઈએ ગત સપ્તાહે સીએમને પત્ર લખીને જણાવ્યું હતું કે જબલપુર તેમજ રેવા વિભાગના લોકોએ તેમની સાથે અન્યાય થયો હોવાની લાગણી વ્યકત કરી છે.

(3:45 pm IST)