Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કોરોનાના પાંચ રહસ્યો સમજવા વિજ્ઞાનના ફાંફા

આધુનિક ગણાતુ આરોગ્ય વિજ્ઞાન ઈલાજ શોધી શકયુ નથી, કોરોનાને પણ પુરૂ સમજી શકયુ નથી : વાયરસની માનવ શરીરમાં અલગ અલગ પ્રતિક્રિયા શા માટે? : વાયરસ ખરેખર કયાંથી આવ્યો ? : અલગ અલગ દેશોમાં કોરોનાની અલગ અલગ અસર શા માટે ? : રસી કયારે બનશે? : કોરોનાએ આધુનિક વિજ્ઞાનને 'ઢ' સાબિત કર્યુ

નવી દિલ્હીઃ. વિશ્વભરમાં છ મહિનાની અંદર એક કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે તથા પાંચ લાખ લોકોના મોત થયા છે પરંતુ કોવિડ-૧૯ના પાંચ રહસ્યો પરથી વૈજ્ઞાનિકો આજે પણ પડદો ઉંચકાવી શકયા નથી. સાયન્સ જર્નલ નેચરના વિશ્વના વૈજ્ઞાનિકોના હવાલાથી એક રીપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેમાં કોવિડના પાંચ રહસ્યોનો ઉલ્લેખ છે. રીપોર્ટ કહે છે કે જ્યાં સુધી આ પાંચ સવાલોના જવાબ મળતા નથી ત્યાં સુધી મહામારી કાબુમાં આવશે નહિ.

પ્રથમ સવાલ એ છે કે વાયરસ વિરૂદ્ધ શરીરની પ્રક્રિયા અલગ અલગ કેમ છે ? બિમાર અને વૃદ્ધોને પણ છોડીને વાત કરીએ તો એ સ્પષ્ટ થઈ ચુકયુ છે કે એક ઉંમર, સમાન શારીરિક ક્ષમતાના બે લોકોને વાયરસ સંક્રમિત કરે તો બન્ને પ્રભાવ અલગ અલગ થયા છે એવુ કેમ છે ?

બીજો સવાલ એ છે કે કોરોના વિરૂદ્ધ કયાં સુધી પ્રતિરોધક ક્ષમતા બની રહેશે. કોરોનાના કેસમાં તે કેટલાક મહિનાની જ જોવા મળી છે તેથી કોરોના બાદ સંક્રમિતોમા ઉત્પન્ન એન્ટી બોડીજ પર અધ્યયન કરીને તે જાણવાના પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. વિશ્વના કોઈ ભાગના વાયરસ વધુ ઘાતક અને કોઈ ભાગમા ઓછો ઘાતક કેમ છે વાયરસમા બદલાવો અંગે અનેક અધ્યયન થયા છે જે નોન બદલાવોના સંકેત તો કરે છે પરંતુ આ મામૂલી બદલાવોથી વાયરસની કાર્યપ્રણાલી કેવી રીતે બદલી રહી છે તે માલુમ પડતુ નથી.

વિશ્વમાં રસીના ૨૦૦ પ્રોજેકટ ચાલી રહ્યા છે. જેમાં ૨૦ પરિક્ષણના સ્તર પર પહોંચ્યા છે પરંતુ આ રસીના પશુઓ પર પરીક્ષણો તેમજ માનવ પર શરૂઆતી પરીક્ષણોથી એ પરિણામ આવ્યું છે કે તે ફેફસાનું સંક્રમણથી બચવા કારગર છે. નિમોનિયા થશે નહિ પરંતુ સંક્રમણ રસીથી રોકાશે નહિ.

(3:43 pm IST)