Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

સોનામાં ૩૦૦ રૂ.નો ઉછાળો

૧૦ ગ્રામના ભાવ વધીને ૫૦૨૦૦ રૂ. થયાઃ ચાંદીના ભાવ સ્થિર

રાજકોટ, તા. ૮ :. સોનાના ભાવ થોડો સમય સ્થિર રહ્યા બાદ આજે ફરી ઉછાળો જોવા મળ્યો હતો અને ૧૦ ગ્રામે ૩૦૦ રૂ.નો ભાવ વધારો થયો હતો.

બુલીયન માર્કેટમાં ડોલરમા તેજીના પગલે સ્થાનિક બજારમાં સોનામા ૩૦૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. ગઈકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૪૯૩૦૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૫૦૨૦૦ રૂ. થઈ ગયા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)એ ૩૦૦૦ રૂ.નો ઉછાળો થતા ભાવ ૫૦૨૦૦૦ની સપાટીએ પહોેંચ્યા હતા. ચાંદીના ભાવમાં કોઈ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૪૯૩૦૦ રૂ.ની સપાટીએ સ્થિર રહ્યા હતા.

અત્રે નોંધનીય છે કે ગત સપ્તાહમાં સોનાના ભાવ ૫૦,૦૦૦ની સપાટી સ્પર્શ કર્યા બાદ ભાવો ઘટયા હતા અને આજે ભાવમાં ફરી ઉછાળો થયો હતો.

(3:06 pm IST)