Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કોરોના રસીનું બે તબકકે પરિક્ષણઃ પ્રથમ ફેઝનું પરિણામ ડીસીજીઆઇને જણાવવું પડશે

ભારત બાયોટેક દ્વારા વિકસાવાય રહેલ

નવી દિલ્હી,તા.૮: આઇસીએમઆરના સહયોગથી ભારત બાયોટેક ઇન્ડીયાએ સ્વદેશી કોરોના 'કો-વેકસીન'ની કલીનીકલ ટ્રાયલ બે તબક્કે ૧૧૨૫ લોકો ઉપર કરાશે. પહેલા તબકકામાં ૩૭૫ અને બીજામાં ૭૫૦ લોકો ઉપર કરાશે. ટ્રાયલ માટે નામાંકનની અંતિમ તારીખ ૧૩ જુલાઇ નિર્ધારીત કરાઇ છે.

કલીનીકલ ટ્રાયલ માટે મુલ્યાંકન કરનાર એક વિષય વિશેષજ્ઞોની સમિતિ (એસઇસી)એ જણાવેલ કે ભારત બાયોટેક ફેઝ-૨ શરૂ કરતા પહેલા ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ) ને ફેઝ-૧ના કલીનીકલ ટ્રાયલના પરિણામ રજુ કરવા જોઇએ. એસઇસીએ ૧૫ જુને બેઠક બાદ ભલામણ કરેલ કે ટ્રાયલની સાઇટોમાં ઇમરજન્સીની સ્થિતીઓને સંભાળવાની સુવિધાઓ હોવી જોઇએ.

ટ્રાયલમાં સામેલ એક તપાસ કર્તાના જણાવ્યા મુજબ ઇમ્યુનોજેનેટીક તપાસ મહત્વપૂર્ણ ભાગ હશે, જે નકકી કરશે કે શું ટ્રાયલની બીજા તબક્કામાં લઇ જઇ શકાશે. અન્ય તપાસકર્તા મુજબ પહેલા તબક્કામાં ઓછામાં ઓછા ૩ મહિના લાગી શકે છે. એ તપાસવું જરૂરી હશે કે શું રસી યુવા, વડીલો અને અન્ય ગંભીર રોગવાળા લોકો ઉપર સમાનરૂપે અસર કરે છે. ડેટા વિશ્લેષણ સીવાય પહેલા તબકકાનું રીક્રુટમેન્ટ ઓકટોબર સુધી ચાલશે. પ્રક્રિયા ફાસ્ટ ટ્રેક ન કરી શકાય.

(2:57 pm IST)