Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

વાહ... રાજસ્થાનમાં શાળા ન ખુલે ત્યાં સુધી ખાનગી શાળાઓની ફી સ્થગીત

ગુજરાતમાં પણ ભારે વિરોધઃ વિદ્યાર્થી સંગઠનો-વાલીમંડળ દ્વારા રજુઆત આંદોલનો ગુજરાત સરકાર પણ નિર્ણય લે તેવી માંગ

જયપુર, તા., ૮: કોરોના સંકટમાં ખાનગી શાળાઓમાં ફી પ્રશ્ને વાલીઓ પાસેથી માંગણી થતા વાલીઓ છાત્ર સંગઠનો આંદોલન કરી રહયા છે. શાખાઓ બંધ છે ત્યારે ફી ની ઉઘરાણીથી મોટો વાલી વર્ગ નારાજ છે ત્યારે રાજસ્થાન સરકારે વિદ્યાર્થી-વાલીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે.

રાજસ્થાન સરકારે શાળઓ  ખુલે ત્યાં સુધી ખાનગી શાળાઓની ફી સ્થગીત કરી છે. આ નિર્ણયથી શિક્ષણમંત્રી ગોવિંદસિંહે આપી છે.

રાજસ્થાન સરકારના શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે પહેલા ખાનગી શાળાઓને ૩૦ જુન સુધીમાં ૩ માસની ફી ભરવાનો નિર્દેશ હતો. હવે આ આદેશને શાળાઓ ખુલે ત્યાં સુધી લંબાવ્યો છે.

ખાનગી શાળાઓ સામે સતત વિરોધ પ્રદર્શીત થઇ રહયો છે તો સ્કુલ નો ફીની માંગ કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારની સુચના મુજબ રાજય સરકારે શિક્ષણ સંસ્થાઓ ૩૧ જુલાઇ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

ગુજરાત રાજયમાં પણ ખાનગી શાળાઓ દ્વારા લેવાતી ફીનો વિરોધ થઇ રહયો છે જયારે ગુજરાત સરકાર પણ વિદ્યાર્થી-વાલીના હિતમાં નિર્ણય લે તો નવાઇ નહી.

(12:57 pm IST)