Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

સુઝલોનની ખોટ વધીને ૮૩૪.૨૨ કરોડઃ આ વર્ષે અઢી ગણાનો વધારો થયો

નવી દિલ્હીઃ પવન ઊર્જા ટરબાઈન બનાવનારી કંપની સુઝલોન એનર્જીનું ચોખ્ખુ નુકશાન માર્ચ-૨૦૨૦ના ચોથા કવાટરમાંર્ બેગણાથી વધુ વધીને ૮૩૪.૨૨ કરોડે પહોચ્યું છે. આવક ઘટતા અને ખર્ચ વધવાથી કંપનીનું નુકશાન વધ્યુ છે. એક વર્ષ પહેલા માર્ચ-૨૦૧૯માં નુકશાન ૨૯૪.૬૪ કરોડ રૂપીયા હતુ. જાન્યુઆરી થી માર્ચ ૨૦૨૦ દરમિયાન વેપાર ઘટીને ૬૫૮.૮૯ કરોડ થઈ ગયેલ. જે ગતવર્ષે ૧૪૫૦.૪૭ કરોડનો હતો.

સુઝલોન સમુહના સીઈઓ ચલસાનીના જણાવ્યા મુજબ હવે બજાર સુધાર તરફ વધી રહ્યું છે અને હરરાજીના કોન્ટ્રાક પણ હજી અપાયા નથી. દરમિયાન સીઈઓ જે.પી.ચલસાનીએ ગઈકાલે રાજીનામુ આપી દીધેલ જે બોર્ડ દ્વારા મંજુર કરાયેલ. જો કે ચલસાની કંપની સાથે રણનીતિક સલાહકાર તરીકે જોડાયેલા રહેશે.

(12:55 pm IST)