Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

શાકભાજી - ફળની જેમ પેકડ અનાજ કરીયાણું પણ સ્પીરીટથી સાફ કરો : FSSAI એ જાહેર કરી માર્ગદર્શિકા

નવી દિલ્હી : બજારમાંથી શાકભાજી અને ફળ લાવ્યા પછી કોરોના સંક્રમણથી બચવા તેને યોગ્ય રીતે સાફ કરવા જરૂરી હોવાનું તો મોટાભાગના લોકો સમજી ગયા. પરંતુ અનાજ કરીયાણાની પેકડ વસ્તુઓને પણ સાફ કરવી એટલી જ જરૂરી છે. આ માટે FSSAI એઆઇએ માર્ગદર્શીકા જાહેર કરી છે.

લોકડાઉન દરમિયાન તો બધા કાળજી રાખતા અને બજારમાંથી આવતી ખાવાની ચીજ વસ્તુઓ યોગ્ય સાફ સફાઇ અને કર્યા પછી જ ઉપયોગમાં લેતા. પરંતુ લોકડાઉન ખુલી ગયા પછી આ સાવધાની રાખવી વધુ જરૂરી બની છે. કેમ કે લોકો હવે બેધડક બહાર નીકળી રહ્યા છે. પરિણામે કોરોના વાઇરસ આસાનીથી તમારા ઘર સુધી પહોચવાની પુરી શકયતા રહે છે.

આવા સંજોગોમાં શાકભાજી ફળને કલોરીનવાળા પાણીમાં જબોળીને સાફ કરવા જરૂરી છે સાથો સાથ પેકડ અનાજ કરીયાણાને પણે સ્પીરીટ જેવા પ્રવાહીની મદદથી સેનીટાઇઝ કરવા જોઇએ.

FSSAI એઆઇએ જાહેર કરેલ માર્ગદર્શિકામાં જણાવાયુ છે કે ઘરમાં પ્રવેશતા જ પહેલા હાથ સાબુ વડે સાફ કરી લ્યો. કપડા કાઢીને અલગ બીનમાં ધોવા માટે મુકી દયો. પછી તરત સ્નાન કરવુ. આ દરમિયાન ઘરની કોઇપણ વસ્તુઓને અડકવી નહી.

ત્યાર બાદ બજારમાંથી જે બોકસ અને પેકડ વસ્તુઓ લાવ્યા હોઇએ તેને સાબુ પાણી કે સ્પીરીટની મદદથી સાફ કરી લ્યો. ફળ અને શાકભાજીને ફિલ્ટર કરેલ પીવાના પાણીની સાફ કરવા. બાદમાં તેને કલોરીન ભરેલ કન્ટેરનમાં થોડીવાર રાખી દેવા. થોડો સમય પછી બહાર કાઢી સાફ ભીના કપડાથી લુછી નાખવા. હવે આ સાફ કરેલ શાકભાજી કે ફળ ફ્રીજમાં રાખી શકાય છે.

(12:54 pm IST)