Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ટ્રક ખાબકયોઃ કેમીકલ લીક થતા ૧૦૦ ગાયોના કરૂણ મૃત્યુ

રેવાડીઃ દિલ્હી- જયપુર હાઈવે ઉપર કેમીકલના ટેન્કરે નિખરી નજીક ફલાયઓવર ઉપર ટ્રેકટરને ટકકર મારતા બન્ને વાહન રેલીંગ તોડી નીચે સર્વીસ લેન ઉપર પટકાયેલ. ટ્રેકટરમાં સવાર યુવક અને તેની માતા ગંભીરરૂપે ઘાયલ થયેલ જયારે ૮ વર્ષના પુત્રનું વાહન નીચે દબાતા મોત નિપજેલ. કેમીકલ ટેન્કરમાંથી રીસાવ થતા હાઈવે આસપાસ ફરતી ૧૦૦થી વધુ ગાયોના મોત નિપજેલ. અકસ્માત બાદ કેમીકલના ટેન્કરને રોડની સાઈડમાં મુકી દેવાયેલ પણ કેમીકલ રીસાવ બંધ ન કરાતા મોટી લાપરવાહી સામે આવેલ.

(12:52 pm IST)