Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

લોકડાઉનમાં ઘરકામ કરનારા કામદારો ન મળવાથી વેકયુમ કલીનર, ડિશવોશર, કલોથ ડ્રાયરનું વેચાણ વધ્યું

૨૫,૦૦૦ ડીશવોર, ૧૦,૦૦૦ કલોથ ડ્રાયર વેચાયાં: એર પ્યોરિફાયરના વેચાણમાં ૨૦૦%ની વૃધ્ધિ

નવી દિલ્હી,તા.૮: ભારતમાં અત્યાર સુધી જે પ્રોડકટ્સનું માર્કેટ કયારેય વધ્યુ ન હોતું તે માર્કેટમાં કોવિડ-૧૯ રોગચાળાના કારણે જોરદાર તેજી આવી છે. વેકયુમ કલીનર, ડિશવોશર, કલોથ ડ્રાયર અને ગ્રૂમિંય પ્રોડકટ્સ જેવી ચીજવસ્તુઓની માંગ હંમેશાથી નરમ રહી હતી. પરંતુ લોકડાઉન ઘરકામ કરનારા કામદારો ન મળવાથી લોકોએ જાતે કામ કરવું પડ્યું છે. અત્યારે પુરૂષો પણ ઘરકામમાં જોતરાઇ ગયા હોવાથી તેમણે આ કામમાં સરળતા પડે તે માટે મશીનો ખરીદવાનું પસંદ કર્યું છેે

મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગના લોકોએ આવી વસ્તુઓની ખરીદી વધારી છે. ધનિક દેશોના લોકો આવી વસ્તુઓની ખરીદી વધારે કરે છે કારણ કે ત્યાં હંમેશા ઘરકામ કરનારા લોકોની અછત હોય છે. પરંતુ હવે ભારત જેવા દેશમાં પણ આ ટ્રેન્ડ શરૂ થયો છે.

કંપનીઓ જણાવે છે કે, તેઓ વર્ષોથી આ ટ્રેન્ડ શરૂ થવાની રાહ જોતી હતી. સામાન્ય સ્થિતિમાં ભારત જેવા દેશમાં ઘરકમ કરતા લોકો ગમે ત્યારે મળી રહે છે. આથી, ડેશવોશર, વેકયુમ કલીનર અને કલોથ ડ્રાયરના વેચાણમાં કયારેય વેગ આવ્યો ન હતો. પરંતુ કોવિડ ને કારણે આ સ્થિતીમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. નવાઇની વાત એ છે કેપ કોઇ ડિસ્કાઉન્ટ ઓફર કે કેશબેક કે સરળ હપ્તાની સ્ક્રમીની ઓફર ન  હોવા છતાં કે સરળ હપ્તાની સ્કીમની ઓયર ન હોવા છતાં આ પ્રોડકટ્સની માંગ વધી છે.

એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં આવી વસ્તુઓનું વેચાણ સર્વોચ્ચ દરે વધ્યું છે. તેમજ એપિલેટર અને ટ્રિમર જેવી પર્સનલ ગ્રુમિંગની ડીઆઇવાય ચીજવસ્તુઓના વેચાણમાં પણ જબરજસ્ત ઉછાળો નોંધાયો વે. ઘણી કંપનીઓ પાસે હવે આ કેટેગરી માલ જ નથી.

એલજી, બોશ, સિમેન્સ, પેનાસોનિક, ફિલિપ્સ વોલ્ટાસ અને બજાજ જણાવે છે કે, વપરાશની આદત બદલાઇ છે. લોકો હવે મલ્ટિ-ટાસ્કર બન્યા છે. અને નોકર -ચાકર વગર ચાલવી લેવાની આદત પડી રહ્યા છે. આ ટ્રેન્ડ લાંબો સમય ચાલશે. અને કંપનીઅ પ્રોડકશન વધાશરે. તો પણ નવો સ્ટોક અપોચપ વેચાઇ જશે.

પેનાસોનિક ઇન્ડિયાના એમડી મનીષ શર્મા કહે છે કે, આ પ્રોડકટ્સ પ્રીમિયમ કેટેગરીમાં આવતી હોવાથી તેનો સ્ટોક મર્યાદિત છે. નહીંતર તો વેચાણમાં આના ધકરતા પણ વધુ ઉછાળો થયો હોત. બોશ અને સિમેન્ટની પ્રોડકટ્સનું ઉત્પાદન કરતી કંપ,ની બીએસએચ હોમ એપ્લાયન્સિસ ઇન્ડિયાના સીઇઓ નીરજ બહલે જણાવ્યું હતું કે, પુરૂષો ઘરકામમાં મદદરૂપ થઇ રહ્યા છે અને હવે તેમને આવી પ્રોડકટસનું મહત્વ સમજાયું છે. ગ્રાહકો હવે એડ્વાન્સમાં ડિશવોશરનું બુકિંગ કરાવી રહ્યા છે. અમારા ૨૦,૦૦૦ યુનિટનું કન્સાઇન્મેન્ટ રસ્તામાં છે. અને તેમાંથી ૧૦,૦૦૦ યુનિટનું તો બુકિંગ પણ થઇ ગયું છે. બજારનાં સુત્રો કહે છે કે, રૂ.૫૦,૦૦૦ સુધીની કિંમત ધરાવતાં વેકયુમ કલીનર્સ વેચાઇ ગયાં છે અને હજારો ઓડર્સ પેન્ડિંગ છે. નવો સપ્લાય માત્ર  જુલાઇના અંત સુધીમાં જ શરૂ થઇ શકે એમ છે.

જૂન કવાર્ટરમાં માર્કેટમાં ડિશવોશરના ૨૫,૦૦૦ યુનિટ વેચાયા હતા, જે દિવાળીમાં વેચાતા યુનિટ કરતા અઢી ગણા વધારે છે. કલોથ ડ્રાયરના ૧૦,૦૦૦ યુનિટ વેચાયા હતા જે ૧૦૦ ટકા વૃધ્ધિનો વિક્રમ છુે

કંપનીઓ જણાવે છે કે, વધારે લિટરની ક્ષમતાવાળા ફીજના વેચાણમાં ગયા વર્ષની સરખામાણીએ ૧૫૦ -૨૦૦ ટકા વૃધ્ધિ થઇ છે. ફિલિપ્સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ (પર્સનલ હેલ્થ) ગુલબહાર તૌરાની કહે છે કે, પુરૂષ અને મહિલાઓ બંને માટેેની ગૂમિંગ પ્રોડ્કટસની માંગમાં ૪૫-૫૦ ટકા વૃધ્ધિ થઇ છે.

(11:09 am IST)